મદદ માટે પોકાર:પોલેન્ડ, હંગેરી સરહદે શહેરના 205 વિદ્યાર્થી હાડ થીજવતી ઠંડીમાં ભૂખ્યા-તરસ્યા ફસાયા છે

અમદવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુક્રેનથી અન્ય દેશની સરહદે પહોંચવા માટે જીવનું જોખમ ઉઠાવે છે

અમદાવાદના 259 વિદ્યાર્થીઓ સહિતના નાગરિકો યુક્રેનમાં ફસાયા હતા, અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓ અમદાવાદ આવી પહોંચ્યા છે, જ્યારે બાકીના 205 વિદ્યાર્થીઓ પોલેન્ડ, રોમાનિયા અને હંગેરી બોર્ડર પર ફસાયા હોવાનું જિલ્લા કલેકટરે જણાવ્યું છે. યુક્રેનના વિવિધ શહેરોમાંથી વિદ્યાર્થીઓ ભૂખ્યા, તરસ્યા અને હાડ થીજાવતી ઠંડીની વચ્ચે બોર્ડર પર પહોંચી ગયા છે.

યુક્રેનની આસપાસની બોર્ડર પરથી નાગરિકો ઝડપથી અમદાવાદ આવી પહોંચશે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે શુક્રવારે યુક્રેન બોર્ડરે ફસાયેલા શિવમ શર્મા અને તેજલ પટેલના ઘરે મુલાકાત કરી અને બંનેના પરિવારોને ખાતરી આપી હતી કે વિદ્યાર્થીઓ વહેલીતકે ઘરે પહોંચી જસે. યુક્રેનમાં ચારેયા બાજુ બોમ્બ ધડાકા વચ્ચે વિદ્યાર્થીઓ ડરી ગયા છે. સરકારી સાધનો પહોંચી રહ્યા નથી.

અન્ય સાથી વિદ્યાર્થીઓને બચાવવામાં મારો દીકરો ફસાઈ ગયો છે
મારો દિકરો છ વર્ષથી યુક્રેનમાં છે. યુક્રેનમાં બોકો વિનિયન મેડિકલ યુનિવર્સિટીથી રોમાનિયાની બોર્ડર 40 કિ.મી. છે. યુધ્ધની શરૂઆત થતાં જ બોર્ડર પર પહોંચી ગયો હોત, પરંતુ તેણે બોર્ડર પાર કરવાના બદલે યુનિવર્સિટીમાં રોકાઈને અન્ય ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીઓ પાસે જમાવાનું ખૂટી પડયું હતું, જેથી નાસ્તાના પડીકા ખાઇને દિવસો પસાર કર્યા હતાં. આ પછી 200 જેટલા વિદ્યાર્થીઓ સાથે રોમાનિયા બોર્ડર આવ્યો હતો. બોર્ડર પર હાડ થીજાવતી ઠંડીમાં ખુલ્લા મેદાનમાં બે દિવસ પસાર કર્યા હતાં અને હાલમાં બોર્ડર પર છે. પરિવારના અન્ય સભ્યો અમદાવાદ આવવા શિવમ પર દબાણ કરતા હતાં ત્યારે શિવમ કહ્યું કે, મારા સાથી વિદ્યાર્થીઓને બચાવીને જ અમદાવાદ આવીશ. જેનો મને ગર્વ છે. - શિવમના પિતા

યુદ્ધ શરૂ થતાં જ મારી પત્ની સહિત 28 લોકો પોલેન્ડ પહોંચી ગયા
​​​​​​​મારી પત્ની સાત મહિનાથી યુક્રેનમાં છે. યુધ્ધની શરૂઆત થતાં જ મારી પત્ની તેજલ સહિત 28 નાગરિકોનું ગ્રુપ પોલેન્ડ બોર્ડર પર પહોંચી ગયું હતું. બોર્ડર પર ભારે ભીડ હતી, પરંતુ વહેલા પ્રોસેસ કરી હોવાથી પોલેન્ડ પરિચિતના ઘરે પહોંચી ગયા છે. હાલ મારી પત્ની સુરક્ષતિ છે. - હેમંત પટેલ, તેજલના પતિ

અન્ય સમાચારો પણ છે...