પોલીસની કાર્યવાહી:રાસ્કામાં પાણીની પાઇપ લાઈન નીચે સંતાડેલો 204 બોટલ દારૂ પકડાયો; નદીના પટમાં ખાડો ખોદી દારૂ સંતાડાયો હતો, 2ની ધરપકડ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરમતી નદીના પટમાંથી પસાર થતી રાસ્કા વિયર યોજનાની પાણીની પાઈપ લાઈનના બ્રિજ નીચે ખાડો ખોદીને છુપાવી રાખેલો દારુનો જથ્થો પોલીસે પકડી પાડયો હતો. રાતના સમયે પોલીસે દરોડો પાડયો ત્યારે બુટલેગર બે ભાઈના 2 પગારદાર માણસ મળી આવ્યા હતા. નદીના પટમાં ખાડો ખોદીને ઉપર ઝાડીઓ નાખીને દારુની સાર સંભાળ રાખવા બંને બુટલેગર ભાઈઓએ રોજના રૂ.500 ના પગારથી બંને માણસને નોકરી રાખ્યા હતા.

સાબરમતી અચેર છારાનગરમાં રહેતા બે બુટલેગર ભાઈ રતન લક્ષ્મણભાઈ છારા અને નિતેશ ઉર્ફે રોહિત લક્ષ્મણભાઈ છારાએ રાસ્કા વિયર યોજનાની પાણીની પાઈપ લાઈનના બ્રિજ નીચે ખાદો ખોડીને દારુનો જથ્થો છુપાવી રાખ્યો હોવાની બાતમી સાબરમતી રિવર ફ્રન્ટ ઈસ્ટ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે મોડી રાતે ત્યાં દરોડો પાડયો હતો. જો કે નદીના પટમાં જવા માટે પોલીસ બેટરી લઈને પહોંચી હતી.

દારૂની વોચ માટે બંનેને રોજ 500 પગાર મળતો
પોલીસે નમન જાડેજા અને શરદ રાઠોડને ઝડપ્યા હતા. પૂછપરછમાં તેમણે ત્યાં ખાદો ખોદીને સફેદ રંગના 8 થેલામાં છુપાવી રાખેલી દારુની 204 બોટલની માહિતી આપી હતી. આ દારુનો જથ્થો નિતેશ અને રતન છારાનો હોવાનું પણ બંનેએ પોલીસને જણાવ્યું હતું. આ જગ્યાએ છુપાવીને રાખેલા દારુના જથ્થાની સાર સંભાળ માટે નિતેશ અને રતન આ બંને નમન અને શરદને રોજનો રૂ.500 પગાર આપતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...