તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદની સ્કૂલોમાં માર્ક્સની લ્હાણી:ધોરણ 10માં ગત વર્ષના 217ને બદલે આ વર્ષે 2039ને A1 ગ્રેડ, શહેર-ગ્રામ્યમાં A1 ગ્રેડ મેળવનારામાં 9 ગણાથી વધુનો વધારો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ધો.10નું પરિણામ સારું બતાવવા સ્કૂલોએ માર્કની લ્હાણી કરી છે. ગયા વર્ષની સરખામણીએ અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોમાં A-1 ગ્રેડ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા 217થી લગભગ 9 ગણાથી વધુ વધીને આ વર્ષે 2039 થઇ છે, અમદાવાદ શહેર-ગ્રામ્યમાં એ-1 ગ્રેડ મેળવનારાની સંખ્યામાં 1822નો જ્યારે રાજ્યમાં 15 હજારનો વધારો થયો છે.

માર્કશીટ તૈયાર કરવા કમિટી રચાઈ
ધો.10માં માસ પ્રમોશનને કારણે અમદાવાદના 95 હજાર વિદ્યાર્થીઓ પાસ જાહેર થયા છે. કોરોનાને કારણે વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરકારે ધો.1થી12માં માસ પ્રમોશન જાહેર કર્યું હતું. ધો.10-12માં માર્કશીટ તૈયાર કરવા માટે કમિટીની રચચાઈ હતી. જેને આધારે મંગળવારે ઓનલાઇન જાહેર કરાયું હતું. વિદ્યાર્થીઓનું પરિણામ સ્કૂલ દ્વારા જ તૈયાર થયું હોવાથી બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ પૂરી કરવામાં આવી છે. આ પહેલા ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને પરિણામ પણ જ‌ણાવી દીધી હતું.

માસ પ્રમોશનને કારણે દરેક ગ્રેડમાં સંખ્યા વધારે
શહેર-ગ્રામ્યમાંથી ધો.10માં આ વર્ષે સૌથી વધુ 95 હજાર વિદ્યાર્થીઓ નોંધાયા હતા. ત્યારબાદ રજીસ્ટર્ડ વિદ્યાર્થીઓની દૃષ્ટિએ બીજા ક્રમે સુરતના વિદ્યાર્થીઓને સમાવેશ થાય છે. માસ પ્રમોશનને કારણે અમદાવાદમાં તમામ ગ્રેડમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે જોવા મળી હતી.

વિજ્ઞાન પ્રવાહમાં દરેકને પ્રવેશ મળશે
અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ જાહેર કર્યું છે કે, અમદાવાદની વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા કોઇપણ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત ન રહે તેની કાળજી લેવાશે. ઉપરાંત સ્કૂલોમાં 60ના સ્થાને 75 કરતા પણ વધુ વિદ્યાર્થીઓ સમાવવાની મંજૂરીને કારણે કોઇ વિદ્યાર્થી પ્રવેશથી વંચિત રહેશે નહીં. વિજ્ઞાન પ્રવાહની સ્કૂલો નક્કી કરેલા ક્વોટા અને કેટેગેરી પ્રમાણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપશે.

ગ્રેડ પ્રમાણે વિદ્યાર્થીઓની સંખ્યા

ગ્રેડશહેરગ્રામ્ય
A18811,158
A24,7923,786
B19,0096,061
B212,3057,873
C112,226.008470
C276927326
D5,7527,941.00

વિજ્ઞાનપ્રવાહ-ડિપ્લોમામાં સંખ્યા વધશે

જાહેર થયેલા પરિણામમાં હોશિયાર વિદ્યાર્થીઓના માનીતા એ-1, એ-2 તેમજ બી-1 ગ્રેડની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જેથી ગણિત-વિજ્ઞાન વિષયમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમા અભ્યાસક્રમને બદલે વિજ્ઞાન પ્રવાહ એ અથવા બી ગ્રૂપને પસંદગી આપે તેવી શક્યતા છે. પરંતુ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ ન મેળવી શકનારા વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં જશે. - રાજેન્દ્ર ઉપાધ્યાય, કરિયર કાઉન્સિલર

અન્ય સમાચારો પણ છે...