સરકારે કબૂલ્યું:અમદાવાદ જિલ્લામાં 2 વર્ષમાં 20.36 કરોડનો દારૂ પકડાયો

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નમાં સરકારે કબૂલ્યું

ચરસ અને ગાંજાના ચિંતાજનક રીતે વધી રહેલા વેચાણ વચ્ચે અમદાવાદ જિલ્લામાં વર્ષ 2021 અને વર્ષ 2022માં કુલ રૂ. 20.36 કરોડનો દેશી-વિદેશી દારૂ અને બિયરનો જથ્થો પકડાયો છે. આશ્ચર્યજનક રીતે કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો પકડનારી પોલીસે 2 વર્ષમાં માત્ર 360 વ્યક્તિની જ ધરપકડ કરી છે. વિધાનસભા સત્રમાં દાણીલીમડાના કૉંગ્રેસી ધારાસભ્ય શૈલેષ પરમારે પૂછેલા પ્રશ્નમાં ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

2 વર્ષમાં જિલ્લાની પોલીસે 20 કરોડથી વધુ રકમનો જથ્થો પકડ્યો છે તો નહીં પકડાયેલો દારૂનો જથ્થો કેટલા રૂપયાનો હશે, એ પ્રશ્ન આ વિગત પરથી ઊભો થયો છે. અમદાવાદ જિલ્લામાંથી અવારનવાર દારૂનો જથ્થો પકડાવાના બનાવ પોલીસ ચોપડે નોંધાય છે. આમ છતાં કરોડો રૂપિયાનો દારૂ જિલ્લામાં ઠલવાઈ જાય છે. દારૂ-બિયર અંગેનો પ્રશ્ન વિધાનસભા સત્રમાં પુછાતાં ચિંતાજનક માહિતી બહાર આવી છે. જિલ્લામાં 2 વર્ષમાં રૂ. 13.53 લાખનો કુલ 67,679 લિટર દેશી દારૂ પકડાયો છે. એ જ રીતે કુલ રૂ. 20.16 કરોડની 4,84,813 બોટલ વિદેશી દારૂ પકડાયો છે. સાથે જ કુલ રૂ. 64.76 લાખની બિયરની 63,923 બોટલ પકડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...