• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 203 Houses In The City Including 20 In Gulabnagar Of Ramol, 20 In Palak Elena Of Bopal Were Placed In The Containment Zone, 1314 Cases Of Corona Were Reported Today.

અમદાવાદ કોરોના LIVE:રામોલમાં 28, બોપલના પલક એલિનામાં 20 સહિત શહેરમાં 203 મકાનો કન્ટેનમેન્ટ ઝોનમાં, 15-18 વર્ષ ગ્રુપમાં 50,164 તરુણોનું વેક્સિનેશન

અમદાવાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં 1290 અને જિલ્લાના 24 મળી એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 1314 કેસ

દેશમાં 15થી18 વર્ષના વયજૂથમાં વેક્સિનેશન 3 જાન્યુઆરીથી શરૂ કરાયું છે. ત્યારે અમાદવાદમાં બીજા દિવસે 50,164 લોકોનું વેક્સિનેશન કરાયું છે. આ વચ્ચે અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, છેલ્લા 24 કલાકમાં શહેરમાં નવા 1290 અને જિલ્લામાં 24 મળીને અમદાવાદમાં કુલ 1314 કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 61 અને જિલ્લામાં 11 મળીને કુલ 72 દર્દી ડિસ્ચાર્જ કરાયા છે. જોકે શહેર અને જિલ્લામાં એકપણ મોત નોંધાયું નથી. આજે ઓમિક્રોનના 2 નવા કેસ નોંધાયો છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલાંઓ લેવામાં આવે છે. જેના ભાગરૂપે ઝોનમાંથી આવેલા રિપોર્ટના અનુસંધાને કન્ટેનમેન્ટ જાહેર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. હાલમાં અમદાવાદ શહેરમાં કુલ 65 માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમાં છે. કોવિડ-19ના કેસોને ધ્યાનમાં લઈ આજ રોજ નવા 21 વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

શહેરમાં 21 નવા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા
શહેરમાં આજે નવા 21 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ઉમેરાયા છે, જ્યારે પહેલાથી 44 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અમલમાં છે. આમ હવે શહેરમાં કુલ 65 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન અલમમાં છે. નવા ઉમેરાયેલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 203 જેટલા મકાનોને મૂકવામાં આવ્યા છે. જેમાં સેટેલાઈટના શ્યામ વૃંદ એપાર્ટમેન્ટમાં 4 મકાનમાં 19 વ્યક્તિ, સાઉથ બોપલના ગાલા લક્ઝ્યુરીયઝમાં 4 મકાનમાં 21 વ્યક્તિ, સેલાના ઓર્ચિડ હરમોનીમાં 8 મકાનમાં 13 વ્યક્તિ, શાહિબાગના શિલાલેખમાં 8 મકાનમાં 33 વ્યક્તિ, ભાઈપુરાના મનોહર કુંજ સોસાયટીમાં 12 મકાનના 57 વ્યક્તિ, રામોલના ગુલાબનગરમાં 28 મકાનમાં 113 વ્યક્તિ, ઘોડાસરના મધુવન પ્લેટમાં 16 મકાનમાં 58 વ્યક્તિ, બોપલના પલક એલિનામાં 20 મકાનમાં 62 વ્યક્તિઓને માઈક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા છે.

ઝોનવાઈઝ અમદાવાદ શહેરમાં 12-18 વર્ષ વયજૂથનું વેક્સિનેશન

ઝોનવેક્સિનેશન
સેન્ટ્રલ4740
ઈસ્ટ7615
નોર્થ વેસ્ટ9106
નોર્થ9138
સાઉથ વેસ્ટ6644
સાઉથ6840
વેસ્ટ6081
કુલ50164

અમદાવાદમાં કોરોનાના 1314 નવા કેસ
છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણ વકર્યું છે. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે. આજે પણ રાજ્યના સૌથી વધુ નવા કેસ અમદાવાદમાં નોંધાયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 1314 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 61 અને જિલ્લામાં 11 દર્દી એમ કુલ 72 દર્દી સાજા થયા છે. શહેર કે જિલ્લામાં શૂન્ય મોત રહ્યું છે.

આજે ઓમિક્રોનના 2 નવા કેસ
શહેરમાં ઓમિક્રોનના કેસોમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયો છે, જેમાં 1 પુરુષો અને 1 મહિલા ઓમિક્રોન સંક્રમિત થયા છે. અત્યાર સુધીમાં શહેરમાં 59 ઓમિક્રોનના કુલ કેસ સામે આવી ચૂક્યા છે, જેમાંથી 27 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવાયા છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
19 ડિસેમ્બર18013
20 ડિસેમ્બર13017
21 ડિસેમ્બર33010
22 ડિસેમ્બર26010
23 ડિસેમ્બર43018
24 ડિસેમ્બર32119
25 ડિસેમ્બર6302
26 ડિસેમ્બર53020
27 ડિસેમ્બર10008
28 ડિસેમ્બર182015
29 ડિસેમ્બર278018
30 ડિસેમ્બર278013
31 ડિસેમ્બર317033
1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
કુલ4,6171598
અન્ય સમાચારો પણ છે...