તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-4નો ગ્રાઉન્ડ રિપોર્ટ:ચાલીમાં રહેતા લોકો માણસ નથી? સાબરમતીની ચાલીઓમાં પાણી જ આવતું નથી, ઘર પાસે ઉભરાતી ગટરો અને ટ્રાફિકથી સ્થાનિકોમાં ભારે રોષ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • સાબરમતી વોર્ડમાં મોટેરા, સાબરમતી રેલવે કોલોની, અચેર ગામ, જવાહરચોક, રામનગર, જે.પીની ચાલી સહિતના વિસ્તારોનો સમાવેશ
 • ચાલીઓના વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની, પીવાના પાણી અને ગટર લાઈનની પણ સમસ્યા
 • વિકાસના કામો થતા લોકો ખુશ, કોંગ્રેસની નિષ્ક્રિયતા ભાજપને વધુ મજબૂત કરશે

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરાની 21 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાય ગયા છે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-4 એટલે કે સાબરમતી વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

સમસ્યાઓનું બીજું નામ એટલે સાબરમતી વોર્ડ. સાબરમતી વોર્ડના ચાલી વિસ્તારમાં પાણી અને ગટરના ઉભરાતા પાણી સૌથી મોટી સમસ્યા છે. માત્ર એટલું જ નહીં ભગવાન ભરોસે જીવી રહેલા ચાલીવાસીઓની સમસ્યા કરવાનું તો દૂર કોર્પોરેટરો આ વિસ્તારમાં ફરકતા પણ નથી. તેમાં પણ ચોમાસામાં ગટરનું પાણી ચાલી આવી જાય છે

ચાલીનો વિસ્તાર હોવાથી કોઈ સમસ્યા પર ધ્યાન આપતું નથીઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી રમીલાબેનએ જણાવ્યું હતું કે જે.પીની ચાલીમાં છેલ્લા અનેક વર્ષોથી રહીએ છીએ. ચાલીમાં પાણીની મોટી સમસ્યા છે. પાણી આવતું જ નથી. સવારે એક કલાક પાણી આવે છે. જેમાં પાણી ભરાય ન ભરાય તેવી સમસ્યા છે. ચાલીના લોકોએ જાતે પૈસા ખર્ચી અને બોર બનાવડાવ્યો છે. અહીંના કોર્પોરેટરો જોવા પણ આવતા નથી. પાણીની મોટી સમસ્યા છે. ચાલીનો વિસ્તાર હોવાથી કોઈ સમસ્યા પર ધ્યાન આપતું નથી.

ચોમાસામાં ગટરનું પાણી ચાલીમાં આવે છે
અન્ય સ્થાનિક રહેવાસી કેશાબેને કહ્યું હતું કે, અમારી ચાલીમાં મોટી સમસ્યા ગટરની છે. ચોમાસા દરમિયાન વરસાદ પડે છે અને ગટરનું પાણી ચાલીમાં આવી જાય છે જેના કારણે ગંદકી થાય છે. પાછળના વિસ્તારમાંથી ગટર ઉભરાય ચાલીના ઘર પાસે ભરાય જાય છે. આ સમસ્યા દૂર કરવી જરૂરી છે. 1500થી 2000 લોકો ચાલીમાં રહે છે. ચાલીના વિકાસ સામે ક્યારેય જોયું નથી.

નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ ફળ્યો, મોટેરા વિસ્તારમાં ચકાચક રોડ બની ગયા
સ્થાનિક રહેવાસી સંદીપભાઈએ જણાવ્યું હતું કે સાબરમતી વોર્ડમાં આવતા મોટેરા વિસ્તારમાં રોડ રસ્તા અને સફાઈ કરવામાં આવી છે. ગત વર્ષે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના "નમસ્તે ટ્રમ્પ"નો કાર્યક્રમ મોટેરા સ્ટેડિયમમાં યોજાયો હતો. જેને લઈ આખા મોટેરામાં રોડ ચકાચક બની ગયા હતા. ટ્રમ્પના કારણે રસ્તાઓ સારા બની જતા લોકોને હવે કોઈ મુશ્કેલી નથી. સારા શૌચાલયો, ગાર્ડન અને તળાવ વગેરેની પણ સુવિધાઓ છે.

રામનગરમાં ટ્રાફિકની સૌથી મોટી સમસ્યા, પાર્કિંગની વ્યવસ્થાના નામે મીંડુ
અન્ય સ્થાનિક રહેવાસી દિપકભાઈએ જણાવ્યું હતું કે રામનગરમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે, વાહનના પાર્કિગ માટે કોઈ વ્યવસ્થા નથી. રામનગરમાં ખરીદી માટે આવતા હોય છે ત્યારે વાહનના પાર્કિગની મોટી સમસ્યા સર્જાય છે. લોકો ચોકમાં જ વાહન પાર્ક કરી દે છે અને લારીઓવાળા અને પથારણાવાળા પણ હોય છે જેથી રસ્તા પણ બ્લોક થઈ જાય છે જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી પડે છે. રામનગરની આસપાસ કોઈ પાર્કિગ સ્થળ બનાવવા માટે લોકોની માગ છે.

વોર્ડ નંબર 4માં કુલ ઉમેદવારો

સ્ત્રી-47944 પુરુષ- 44032 અન્ય-6

કુલ- 91982

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો