તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-2નો ગ્રાઉન્ડ રિપોર્ટ:એસ.જી. હાઇવે સાથે જોડતો મુખ્ય માર્ગ ન હોવાથી ચાંદલોડિયાના 5 વર્ષથી પરેશાન, રોડના ઘણા કામ બાકી, ફાટકને કારણે કાયમી ટ્રાફિક જામની સ્થિતિ

અમદાવાદએક મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • વોર્ડ-2માં ચાંદલોડિયા ગામ, સિલ્વર સ્ટાર સોસાયટી, ઘાટલોડિયા આર.સી ટેકનિકલ, સાયોના સિટી, ગોદરેજ ગાર્ડન સિટી સહિતના વિસ્તારોનો સમાવેશ
 • કામેશ્વર પાસે રોડ ખોદ્યા બાદ પુરવામાં આવ્યા નથી
 • ગોદરેજ ગાર્ડન સિટીથી વંદેમાતરમ થઈ અને નિર્માણ સુધીનો મુખ્ય રોડ જે છે એ બિસ્માર હાલતમાં

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-2 એટલે કે ચાંદલોડિયા વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ચાંદલોડિયામાં એસ.જી. હાઇવેથી જોડતો મુખ્ય માર્ગ ન હોવાથી લોકો પાંચ વર્ષથી હેરાન
ચાંદલોડિયા વોર્ડમાં ચાંદલોડિયા ગામ, સિલ્વર સ્ટાર સોસાયટી, ઘાટલોડિયા આર.સી ટેકનિકલ, સાયોના સિટી, ગોદરેજ ગાર્ડન સિટી, ત્રાગડ રોડ, વંદેમાતરમ ICON, વંદેમાતરમ રોડ, વિશ્વકર્મા મંદિર રોડ સહિતનો વિસ્તાર આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં વોર્ડમાં નવો વિસ્તાર વંદેમાતરમ રોડ ઉમેરાયો છે, જેમાં ઘણા નવા ફ્લેટ અને સોસાયટી બની છે. પરંતુ આ વિસ્તારને એસ.જી. હાઇવે સાથે જોડતો મુખ્ય માર્ગ ન હોવાથી લોકો પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યા છે. વોર્ડની સ્થાનિક પ્રજાની માગ છે કે વંદેમાતરમને જોડતો મુખ્ય માર્ગ શરૂ કરવામા આવે, જેથી માત્ર આ વિસ્તારના જ નહીં પરંતુ રાણીપ, ન્યૂ રાણીપ, ગોતા ન્યૂ એસ.જી. હાઇવે વિસ્તારના લોકો સીધા એસ.જી. હાઇવે પર પહોંચી શકે. જો કે ગટરના કામો થયા છે અને પાણીની પણ કોઈ સમસ્યા નથી.

એક જ નાનુ ફાટક હોવાથી પિક અવર્સમાં ટ્રાફિક જામ થાય છે
ચાંદલોડિયા વોર્ડના સ્થાનિક રહેવાસી ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે વોર્ડના વંદેમાતરમ વિસ્તારનો છેલ્લા પાંચ વર્ષમાં ખૂબ જ ઝડપી વિકાસ થયો છે. નાના મોટા વિકાસના કામ તો થયા છે પરંતુ આ વિસ્તારની મુખ્ય સમસ્યા વંદેમાતરમ એરિયાને એસ.જી. હાઇવે સાથે જોડતો કોઈ મુખ્ય માર્ગ નથી. માત્ર એક જ ફાટક આવેલું છે જે ખૂબ જ નાનું છે. સવારે અને સાંજે પિક અવર્સમાં ત્યાં ખુબ જ ટ્રાફિક થઈ જાય છે. એક કિલોમીટર સુધી ગાડીઓની લાઈન લાગે છે. વંદેમાતરમ સર્કલ પાસે પસાર થતો રોડ એસજી હાઇવે પર સત્યમેવ વિસ્ટા પાસે નીકળે છે જેમાં વચ્ચે એક ગરનાળુ આવેલું છે જો એ ગરનાળુ નવું બનાવી દેવામાં આવે તો ઘણો ટ્રાફિક ઓછો થઈ જાય એમ છે.
તેમજ 4 વર્ષ પહેલા ગટરની સમસ્યા હોવાથી બે બે ફૂટ ગટરના પાણીમાં ચાલીને જવું પડતું હતું. પરંતુ હવે તેનો કાયમી ઉકેલ લાવવા માટે કામ શરૂ થઈ ગયું છે.

6 મહિનાથી રોડ પર કપચી નાંખીને ગયા પછી કોઈ ફરક્યું નહીં
સ્થાનિક રહેવાસી હસમુખભાઈ પટેલે જણાવ્યું હતું કે નાના મોટા કામો કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે, પરંતુ આ કામો પુરા કરવામાં આવતાં નથી. કામેશ્વર પાસે રોડ ખોદ્યા બાદ પુરવામાં આવ્યા નથી. ઉપરાંત વિસ્તારમાં રોડ રસ્તા ખૂબ જ ખરાબ છે. છેલ્લા છ મહિનાથી તેઓ રોડ પર કપચી નાખીને ગયા છે પરંતુ રોડ બનાવ્યો નથી. રોડના કામો ઘણા બાકી રાખ્યા છે જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઇ છે.

ટ્રાફિકની સાથે રોડ રસ્તા મુખ્ય સમસ્યા
સ્થાનિક મુકેશભાઈ પટેલના જણાવ્યા મુજબ વોર્ડમાં ટ્રાફિકની મોટી સમસ્યા છે. ઉપરાંત રોડ રસ્તા ખરાબ છે, જેમાં ખાસ કરીને ગોદરેજ ગાર્ડન સિટીથી વંદેમાતરમ થઈ અને નિર્માણ સુધીનો મુખ્ય રોડ જે છે એ બિસ્માર હાલતમાં છે. રોડ પર ખાડા હોવાના કારણે વાહનચાલકો પરેશાન થઈ રહ્યા છે. ગોદરેજ ગાર્ડન સિટીથી વૃંદાવન હાઇટ્સ સુધી જ રસ્તો સારો છે પરંતુ ત્યાંથી છેક વિશ્વકર્મા મંદિર તરફ સુધીનો રોડ ખરાબ છે.

સ્થાનિક રહેવાસી કનુભાઈએ જણાવ્યું હતું કે રોડ પર કચરાની સમસ્યા હજી પણ તેમની તેમ છે. સ્વચ્છ ભારતની વાત કરવામાં આવે છે પરંતુ ચાંદલોડીયા વિસ્તાર હોય કે અન્ય દરેક જગ્યાએ કચરો જેમનો તેમ જોવા મળે છે. સફાઈકર્મીઓ સફાઈ કરે છે કે નહીં તેના પર કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. સ્થાનિક કોર્પોરેટરોએ આ બાબત તરફ કોઈ જ ધ્યાન આપ્યું નથી.

ચાંદલોડિયા વોર્ડમાં મતદારોની સંખ્યા

પુરુષ-45,622 સ્ત્રી-40,185 અન્ય-1 કુલ-85808

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો