તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-21નો ગ્રાઉન્ડ રિપોર્ટ:દરિયાપુર વોર્ડ સાથે વર્ષોથી અન્યાય, ભેદભાવ કરવામાં આવતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

અમદાવાદ11 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
 • દરિયાપુર વોર્ડમાં શાહપુર,દિલ્હી દરવાજા,દરિયાપુર દરવાજા, પ્રેમ દરવાજા, કાલુપુર દરવાજા, ડબગર વાડ, ઘીકાંટા, રીલિઝ રોડ, વાડીગામ સહિતના વિસ્તારોનો સમાવેશ

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-21 એટલે કે દરિયાપુર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

કોટ વિસ્તાર સાથે વર્ષોથી અન્યાયઃ સ્થાનિક
દરિયાપુર વોર્ડ એ શહેરનો હેરિટેજ અને કોટ વિસ્તારનો સૌથી મોટો વિસ્તાર છે, જ્યાં મોટા ભાગે મધ્યમ વર્ગના પરિવારો રહે છે. આ વિસ્તાર સાથે વર્ષોથી અન્યાય થતો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ અંગે સ્થાનિક રાજુભાઇએ જણાવ્યું હતું કે, કોટ વિસ્તારના નાગરિકો સૌથી વધારે મ્યુનિસિપલ ટેક્સ ભરે છે છતાં કોટ વિસ્તાર સાથે વર્ષોથી અન્યાય થઈ રહ્યો છે. કોટ વિસ્તારમાં મળતી સુવિધા અન્ય વિસ્તાર કરતા અલગ છે. કોટ વિસ્તારને મળતી સુવિધાઓમાં પણ ભેદભાવ કરવામાં આવે છે. અહીં લાયબ્રેરી, જીમ, રોડ રસ્તા જેવી સુવિધાઓથી વંચિત રાખવામાં આવ્યા છે.

દરિયાપુર વર્ષોથી પાયાની સુવિધાઓથી વંચિતઃ સ્થાનિક
સ્થાનિક દીપક ભાઈએ જણાવ્યું હતું કે, વિસ્તારની સમસ્યાઓ અણધારી છે. દરિયાપુર વોર્ડ સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે. જેટલી ફરિયાદો કરવામાં આવે છે તેનું નિવારણ આવતું નથી. અહીં હિન્દુ-મુસ્લિમ બંને કોમ મળીને રહે છે, છતાં અહીં ભેદભાવ કરવામાં આવે છે. જરૂરિયાતની સુવિધાઓ કેટલાય વર્ષોથી દરિયાપુરમાં આપવામાં આવી નથી. વિકાસની માત્ર વાતો જ થાય છે પરંતુ વિકાસ થતો નથી.

કોટ વિસ્તાર હોવાથી રોડ રસ્તા પણ સાંકડાઃ સ્થાનિક
સ્થાનિક યુવક અમિતભાઇએ જણાવ્યું હતું કે વિસ્તારમાં જરૂરિયાતની સુવિધાઓ જેમ કે લાયબ્રેરી, જીમનો અભાવ છે ઉપરાંત મેટ્રોના કામના લીધે ભારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. કોટ વિસ્તાર હોવાથી રોડ રસ્તા પણ સાંકડા છે,જેથી દબાણો પણ ખૂબ જ છે. વિસ્તારમાં રોડ રસ્તા અને અન્ય સુવિધાઓ તો મળી રહે છે પરંતુ કેટલી સુવિધાઓ વર્ષોથી બાકાત છે તે માટે રજૂઆત કરવામાં આવી છે.આ ઉપરાંત કોટ વિસ્તાર હોવાથી લોકો મોટી સંખ્યામાં રહે છે પરંતુ કોઈ કામ માટે બહાર વાહન લઈને આવે ત્યારે ઇ-મેમો પણ આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો