તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-18નો ગ્રાઉન્ડ રિપોર્ટ:નવરંગપુરામાં મેટ્રોના કારણે રોડ રસ્તાઓ તોડ્યા બાદ થીગડાં માર્યા, AMCના અધિકારીઓ કોર્પોરેટરો-ધારાસભ્યનું માનતા નથીઃ સ્થાનિક

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • નવરંગપુરા વોર્ડમાં સીજી રોડ, આશ્રમ રોડ, ઇન્કમટેક્સ, પાંજરાપોળ, આંબાવાડી, ગુજરાત યુનિવર્સિટી સહિતના વિસ્તારોનો સમાવેશ
 • લો ગાર્ડન અને સીજી રોડ પર બહારથી અસામાજિક તત્ત્વો આવી અડ્ડા જમાવી હેરાન કરતા હોવાથી લોકોમાં ભય
 • ગાર્ડન, સોસાયટીમાં પેવર બ્લોક સહિતની સુવિધાઓના કારણે લોકો ખુશ

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-18 એટલે કે નવરંગપુરા વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

નાના રસ્તાઓનું રિનોવેશન કરવામાં આવતું નથી
અમદાવાદ શહેરનો પોશ વિસ્તાર ગણી શકાય એવા નવરંગપુરા વોર્ડમાં અનેક પ્રકારના કામો કરવામાં આવ્યાં છે સી.જી. રોડ અને લો ગાર્ડનને વિકસાવવાની સાથે સાથે સ્ટોર્મ વોટરલાઈન અને પાણીનો નિકાલ જલ્દી થાય તે માટેની તમામ કામગીરી કરવામાં આવી હતી. જો કે વિસ્તારમાં મેટ્રોના કામકાજના કારણે રોડ રસ્તા ખૂબ જ ખરાબ થયા છે, જેને જેમ તેમ નવા લાગે તેવા બનાવી સંતોષ માનવામાં આવે છે. જ્યારે ગલીઓમાં અને નાના રસ્તાઓનું રિનોવેશન કરવામાં આવતું નથી. સારા સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની અને એક સાયકલ ટ્રેક બનાવવાની જરૂરીયાત ઉભી થઇ છે જેને આગામી સમયમાં બને તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.

સી.જી. રોડની કાયાપલટ કરી
સ્થાનિક રહેવાસી વિશાલભાઈના જણાવ્યા મુજબ નવરંગપુરા વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં વિકાસના કામો તો થયા છે. હેપ્પી સ્ટ્રીટ નવી બનાવવામાં આવી છે અને સી.જી. રોડની કાયાપલટ કરી દેવામાં આવી છે. સી.જી. રોડ પર ફૂટપાથ નવી બનાવી દેવામાં આવી છે જેથી લોકોને ચાલવામાં સરળતા રહે છે. સોસાયટીમાં પેવર બ્લોક નાખી દેવામાં આવ્યા છે. 80 ટકા સોસાયટીમાં 80:20ના રેશિયો મુજબ પેવર બ્લોકના કામ પુરા થઈ ગયા છે.

મિલ્કતવેરો વધુ ચૂકવવા છતાં સુવિધાઓ નથીઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી જયભાઈના જણાવ્યા મુજબ નવરંગપુરામાં સૌથી વધુ લોકો ટેક્સ ચૂકવે છે. રહેણાંક અને મિલ્કતવેરો વધુ ચૂકવવા છતાં પણ સુવિધાઓ નથી મળતી. સિવિક સેન્ટરમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે. રોડ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં પાણી ભરાવાના કારણે રસ્તામાં લોકો હેરાન થાય છે. અધિકારીઓ કોર્પોરેટરો, ધારાસભ્યનું માનતા નથી અને મનમાની ચલાવે છે.

સી.જી. રોડ પર અસામાજિક તત્ત્વોનો ત્રાસઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી ભાનુભાઈ વણોલે જણાવ્યું હતું કે નવરંગપુરા, લો ગાર્ડન, સી.જી. રોડ પર અસામાજિક તત્ત્વોનો ખૂબ જ ત્રાસ છે. નદીપારથી કેટલાક લોકો રોજ સાંજે આવીને અડ્ડો જમાવી બેસી જાય છે. પોલીસ આ અસમાજિક તત્ત્વોને કાબૂમાં કરી શકતી નથી. વિકાસના નામે માત્ર વાતો છે સાથે સુરક્ષાના નામે પણ માત્ર વાતો જ થાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો