તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદના વોર્ડ નં-23નો ગ્રાઉન્ડનો રિપોર્ટ:પૂર્વ વિસ્તારમાં આવેલી ખારીકટ કેનાલની ગંદકીથી લોકો હેરાન પરેશાન, રોડ પર પાર્કિગ અને દબાણના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા

અમદાવાદ13 દિવસ પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા
 • વિજય પાર્ક BRTS રોડ, શિવાજી ચોક, ઠક્કરબાપાનગર એપ્રોચ, બાપા સીતારામ ચોક,શુકન બંગલોઝ, પદ્માવતી કોમ્પ્લેક્ષ, લલીત આઈસ ફેક્ટરી, શ્રુતિ કોમ્પલેક્સ, ચમક ચુના ફેકટરી સહિતના વિસ્તારોનો સમાવેશ
 • ચૂંટણી આવતા વિકાસના કામો કર્યા, પાંચ વર્ષમાં કોર્પોરેટરો ફરક્યા જ નહીં
 • વોર્ડમાં એકપણ સારું ગાર્ડન, તળાવ કે બાળકો માટે મોટું ગ્રાઉન્ડ નથી, સરકારી સ્કૂલો પણ નથી બનાવી

રાજ્યની 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે શહેરના વોર્ડ નંબર-23 એટલે કે ઠક્કરબાપાનગર વોર્ડ વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

ચૂંટણી આવે ત્યારે કામગીરી કરે છે, પછી દેખાતા નથીઃ સ્થાનિક
સ્થાનિક કિરીટભાઈ લખતરિયાએ જણાવ્યું હતું કે પાંચ વર્ષમાં કોર્પોરેટરો ફરકયા જ નથી. વોર્ડમાં સમસ્યાઓ જ રહેલી છે. રોડ પર દબાણ, રસ્તા પર ઢોર અને કૂતરા રખડતાં જોવા મળે છે. સારી સ્કૂલો બનાવવામાં આવી નથી. ચૂંટણી આવે ત્યારે કામગીરી કરવામાં આવે છે. બાદમાં તેઓ દેખાતાં પણ નથી. પોલીસ પણ ખોટી રીતે દંડના નામે હેરાન કરે છે.

પૂર્વ વિસ્તારમાં સારી સરકારી હોસ્પિટલ નથીઃ સ્થાનિક સ્થાનિક અલ્પેશ કાછડિયાએ જણાવ્યું હતું કે રોડ રસ્તાની સમસ્યાઓ છે. આ વર્ષે ચૂંટણી હોવાથી હમણાં જ ઠક્કરબાપાનગરથી નિકોલ જવાનો રોડ બનાવ્યો છે અને હવે રોડનું લેવલ ઊંચું થઈ જતા સોસાયટીમાં રોડ નીચા હોવાથી ચોમાસામાં પાણી ભરાવવાની મોટી સમસ્યાઓ સામે આવશે. રોડ રસ્તા હમણાં સારા થયા છે બાકી તો રોડ તૂટેલા જ જોવા મળે છે. બીજી કે એક પણ સારી સરકારી હોસ્પિટલ પૂર્વ વિસ્તારમાં નથી બનાવવામાં આવી.

વોર્ડમાં એકપણ સારુ ગાર્ડન કે તળાવ નથીઃ સ્થાનિક
સ્થાનિક રહેવાસી મહેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે વોર્ડમાં એકપણ સારુ ગાર્ડન કે તળાવ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું નથી. પૂર્વ વિસ્તારમાં માત્ર એક સારું ગાર્ડન ઋષિકેશ રામાણી ગાર્ડન છે જે નિકોલ વિસ્તારમાં આવેલું છે. ઠક્કરબાપાનગરમાં બીજી મોટી સમસ્યા ટ્રાફિકની છે. સાંજે ખૂબ જ ટ્રાફિક થઈ જાય છે. રોડ પર ગેરકાયદેસર દબાણ અને પાર્કિગના કારણે રોડ મોટો બનેલો હોવા છતાં નાનો થઈ જાય છે.

શાકમાર્કેટ માટે પ્લોટ ફાળવી આપે તો ટ્રાફિકની દૂર થાયઃસ્થાનિક
મહેન્દ્રભાઈએ આગળ જણાવ્યું હતું કે શાકમાર્કેટ રોડ પર હોવાને કારણે ટ્રાફિકની મોટી સમસ્યા છે. કોઈ મોટા મેદાનમાં કે ખાલી પ્લોટ કોર્પોરેશન શાકમાર્કેટ માટે ફાળવી આપે તો ટ્રાફિકની સમસ્યા રોડ પરથી દૂર થઈ જાય તેમ છે. આગામી ટર્મમાં ચૂંટાઈ આવનાર કોર્પોરેટરો પહેલા શાકમાર્કેટ માટે પ્લોટ ફાળવવાની કામગીરી કરે તેવી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો