તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શું શીખવી ગયું 2020?:કોરોના, આગ, પુર વચ્ચે 2020ની વિદાયઃ સાણંદ GIDCમાં 400 મીટર એરિયામાં વિકરાળ આગ લાગી હતી, બોપલ સુધી ધુમાડા દેખાતા હતા

અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમદાવાદ અને બોટાદ જિલ્લામાં વર્ષ 2020 ભારે રહ્યું હતું. ક્યાંક કુદરતે તો ક્યાંક માનવસર્જી અકસ્માત સર્જાયા હતા. લોકડાઉનને કારણે રાજ્યનું પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર 172 દિવસ બંધ રહ્યા બાદ ખુલ્યું હતુ. તો કોરોના કાળમાં જિલ્લાવાસીઓએ અસંખ્ય મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માર્ચ બાદના મહિનાઓમાં સંપૂર્ણ લોકડાઉન થઇ જતાં ગરીબ પરિવારોને વધુ મુશ્કેલી પડી હતી. ત્યારે સામાજિક સંસ્થાઓ તેઓના વહારે આવી હતી અને બે ટંકનું ભોજન પુરુ પાડ્યું હતું.

172 દિવસ બાદ સાળંગપુર મંદિર ખુલ્યું
ઇતિહાસમા પ્રથમવાર બરવાળા તાલુકાના સાળંગપુર ગામે આવેલા વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજન હનુમાનદાદાનુ મંદિર કોરોના મહામારીના લીધે 172 દિવસ સંપુર્ણપણે બંધ રહ્યુ હતુ. આ ઇતિહાસની સૌથી મોટી ઘટના બની હતી.

શ્રદ્ધા ધર્નુમાસ નિમિત્તે કષ્ટભંજન દેવને 51 પ્રકારના રોટલાનો અન્નકૂટ ધરાવાયો
સુપ્રસિદ્ધ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે પવિત્ર ધર્નુમાસ નિમિત્તે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી શનિવારના રોજ રોટલા ઉત્સવ સવારે 11 કલાકે તથા ભવ્ય અન્નકૂટ આરતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવ્યો હતો.

રક્ષાદિપ માતપિતા ભુવનનું લોકાર્પણ
બર્હ્મ્લીન સંતશ્રી મુનીદાસ્જી મહારાજની પ્રેરણાથી સાણંદ મુની સેવા ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે સાણંદમાં કરોડોના ખર્ચે નવનિર્મિત “રક્ષાદિપ માતપિતા ભુવન” વૃદ્ધાશ્રમનું ભવ્ય લોકાર્પણ કરાયું હતું. જીલ્લામાં પ્રથમ કક્ષાની સુવિધાઓ ધરાવતા આ વૃદ્ધાશ્રમના પ્રકલ્પને આવકાર મળ્યો હતો.

લોકોના હાડકા ભાગે તે પહેલા ભાદર નદી પર પુલ બનાવવા ગ્રામજનોની માગ યથાવત્
4000ની વસ્તી ધરાવતા રાણપુર તાલુકાના દેવળીયા ગામના લોકોને નદીમા પુર આવે ત્યારે ગામનો સંપર્ષ તુટી જાય છે અને લોકોને કેડસમા પાણીમાંથી પસાર થઇ જવુ પડે છે. આવ સંજોગોમા ઇમરજન્સી સેવાની જરૂરીયાત પડે તો પણ ગામ લોકોને મળી શકતી નથી હાલની પરીસ્થિતિમા પણ આ ગામની આજ સ્થિતિ છે. ભાદર નદી પર પુલ ન હોવાથી ચોમાસામાં ગામ સંપર્ક વિહોણું બને છે.

કાર રેલીસ્ટ ભરત દવેનું કોરોનાથી મોત થયું
કોરોનાની સારવાર લઇ રહેલા આંતરરાષ્ટ્રીય કાર રેલીસ્ટ ભરત દવેને ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ લઇ જવાતા હતા. ત્યારે કુવાડવા પાસે ઓકસીજન ખુટી જતા તેમનું અવસાન થયુ હતુ. તેઓ 1985થી 1990 દરમીયાન છ વખત હીમાલયન કાર રેલી જીત્યા હતા. જયારે 29 દિવસમાં 29 રાજયોમાં 16,500 કીમીનો પ્રવાસ ખેડયો હતો.

સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત પાલિકા બની
રાજ્ય સરકારે સુરેન્દ્રનગર અને વઢવાણ પાલિકાને એક કરવાની જાહેરાત 22-6-2020 ના રોજ કરતા મહાનગરપાલિકા બનાવવાની અટકળોનો અંત આવતા સંયુક્ત પાલિકા જાહેર કરી હતી.બન્ને પાલિકાના 80 માંથી હવે 52 સુધરાઇ સભ્યો ચૂંટાશે. નવેમ્બર માસમાં જાહેર થયેલ ચૂંટણી કોરોનાના કારણે 3 માસ પાછી ઠેલાતા વહીવટદારનું શાસન લંબાયું હતું.

લીંબડી પેટાચૂંટણીમાં કિરીટસિંહ રાણા વિજેતા
રાજયની આઠ ખાલી પડેલી વિધાનસભા બેઠકની સાથે લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાઇ હતી. તા. 3 નવેમ્બરે યોજાયેલા મતદાનમાં 58 ટકા મતદાન થયુ હતુ. જયારે તા. 10ના રોજ યોજાયેલ મતગણતરીમાં ભાજપના કીરીટસિંહ રાણાને 88928 અને કોંગ્રેસના ચેતન ખાચરને 56878 મત મળતા 32050ની લીડ સાથે કિરીટસિંહનો વિજય થયો હતો.

સાણંદ GIDCમાં યુનિચાર્મ કંપનીમાં આગ લગતા 36 ફાયર ઘટના સ્થળે દોડ્યા હતા
સાણંદ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ડાયપર બનાવતી જાપાનીઝ કંપની યુનિચાર્મમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને જોતજોતામાં તો આગે એવું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે 400 ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલી સમગ્ર કંપની અને અંદર આવેલ બે ઓફિસ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે બોપલ સુધી ધુમાડા દેખાઈ રહ્યા હતા.

જામફળ વેચવા ગયેલા રાણપુરના ઉમરાળાના 3 યુવકોના રાજસ્થાનમાં અકસ્માતમાં મોત
રાણપુર તાલુકાના ઉમરાળા ગામના 3 યુવાનો રાજસ્થાન ખાતે જામફળનો ભાવ વધુ મળતો હોવાથી યુટીલીટીમા જામફળ ભરી વેચવા જતા રસ્તામા અકસ્માત સર્જાતા ત્રણેય યુવાનોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. જેને લઇ ઉમરાળા ગામે મોતનુ માતમ છવાઇ ગયુ હતું. ગામના 3 યુવકોના અકાળે મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. જેઓના મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા.

નેત્રમ પ્રોઝેક્ટ અંતર્ગત ઇ-મેમાની શરૂઆત
સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર, દૂધરેજ જોરાવરનગર સહીતના વિસ્તારોમાં ટ્રાફીકના નિયમોનું પાલન કરાવવા સરકારે નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત 51 સ્થળે 226 સીસીટીવી કેમેરા લગાવ્યા છે. ટ્રાફીક નિયમોનો ભંગ કરતા વાહનચાલકોને મેમો ફટકારવામાં આવે છે. શહેરના કૃષ્ણનગરમાં રહેતા યુવાનને ચાલુ બાઇકમાં મોબાઇલ પર વાત કરવા બાબતે સૌ પ્રથમ ઇ મેમો આપવામાં આવ્યો હતો.

ચોટીલાની યુવતિ 660 દિવસે ઘરે પરત ફરી
ચોટીલામાં ટ્યુશન ક્લાસ ચલાવતો લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી તારીખ 11-8-2018 ના રોજ નિધી મુકેશભાઇ ખખ્ખર નામની યુવતીને ભગાડી ગયો હતો. યુપીના સરહાનપુરમાંથી પડોશીઓ પાસેથી મદદ લઇ યુવતી 6-6-2020 ના રોજ અંદાજે 660 દિવસ બાદ લંપટ શિક્ષકની ચુંગાલમાંથી ભાગીને ચોટીલા પોતાના ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ સીબીઆઇની ટીમે પંજાબ, હરીયાણા બોર્ડર પાસેથી શિક્ષક ધવલ ત્રિવેદીને ઝડપી લીધો હતો.

બોટાદમાં ભારે વરસાદથી નદીમાં કાર તણાઇ
ગત વર્ષ ચોમાસા દરમીયાન મુશળધાર વરસાદ વરસતા બોટાદ શહેરની વચ્ચેથી પસાર થતી ઉતાવળી અને મધુ નદીમા પુર આવતા ગાડી તણાઇ. વર્ષ 2020માં રાજ્યમાં વધુ પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં બોટાદ જિલ્લામાં પણ વ્યાપક વરસાદ ખાબક્યો હતો.

ભાડુ ન નીકળતા વેપારીઓ નોકરીએ લાગ્યા
કોરોના મહામારીના લીધે બોટાદમાં છેલ્લા 6 માસથી ધંધામા મંદીનો માહોલ છવાયો હતો. જેને લઇ ભાડે દુકાન ધરાવતા વેપારીઓની હાલત કફોડી બની ગઇ હતી. ધંધામાં ઓછી ઘરાકીના લીધે વેપારીઓ પોતાના ધંધા બંધ કરી બીજે નોકરી કરી આવક મેળવાનુ નક્કી કરવુ પડ્યુ હતું.

સાયરાની મૃતક યુવતીને ન્યાય અપાવવા અનુસુચિત જાતિના લોકોની કેન્ડલમાર્ચ
મોડાસાના સાયરા ગામમાં અનુ.જાતિની દીકરીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ બાદ હત્યા કરી નાખ્યાની ઘટનાના વિરોધમાં સાણંદ અને તાલુકા અનુ.જાતિના લોકોએ પીડિતાને શ્રદ્ધાંજલિ આપવા રેલી કાઢી કેન્ડલ માર્ચ યોજીને દોષિતોને કડક સજા માટે માગ કરી હતી.

દેવજીભાઇ ફતેપરાને ચેક રીટર્ન કેસમાં સજા
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઇ ફતેપરાએ લોકસભાની ચૂંટણી વખતે જમીન વેચવાનું કહી તેમના મિત્ર અને ગાંધીનગર જિલ્લા ભાજપના પૂર્વ ઉપપ્રમુખ પ્રભાતસિંહ ઠાકોર પાસેથી 1.48 કરોડ લીધા હતા.જેમાં દસ્તાવેજ ન કરી પરત દેવા અપાયેલો ચેક રીટર્ન થતા કલોલ કોર્ટે 2 વર્ષની સજા અને રૂપિયા 2.97 કરોડનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો