સ્કૂલ પ્રિન્સિપાલની ભરતી:રાજ્યની સ્કૂલોમાં 2000 આચાર્યની જગ્યા ખાલી, HMATની પરીક્ષા યોજી તાત્કાલિક ભરતી કરવા સંચાલકોની માગ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • 2 વર્ષ દરમિયાન રિટાયાર્ડ થયેલ અને મૃત્યુ પામેલ આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે

રાજ્યમાં અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે તે સાથે જ આચાર્યોની ભરતી યોજવા માગ કરવામાં આવી છે.

HMAT પરીક્ષાનું આયોજન કરીને ભરતી કરવા માગ
શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્ય પરીક્ષા બોર્ડના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં રાજ્યની ગ્રાન્ટેડ, માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલ 2000 આચાર્યોની જગ્યા માટે HMAT પરીક્ષાનું આયોજન કરીને ભરતી કરવા માંગણી કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના 11/02/2011ના જાહેરનામાં અન્વયે પ્રતિવર્ષ પરીક્ષાઓ યોજવવી જોઈએ.​​​​​​​

2019માં 50 ટકા આચાર્યોની જ ભરતી થઈ
શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 2019માં આચાર્યોની ભરતી થઈ હતી પરંતુ તે સમય પણ 50 ટકા આચાર્યોની જ ભરતી થઈ હતી. જેથી તે સમયના 1000 જેટલા આચાર્યો અને 2 વર્ષ દરમિયાન રિટાયાર્ડ થયેલ અને મૃત્યુ પામેલ જગ્યા ખાલી થતાં અત્યારે 2000 કરતા વધુ આચાર્યોની જગ્યાઓ ખાલી છે તે માટે તાત્કાલિક HMATની પરીક્ષા યોજવી અને ભરતી કરવી જોઈએ જેથી ખાલી પડેલ જગ્યાઓ ભરાય.

અન્ય સમાચારો પણ છે...