વૃક્ષો પુનઃસ્થાપિત:તાઉ-તે વાવાઝોડામાં 2 હજાર વૃક્ષો પડી ગયા, રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટે ઊભા કર્યા અને નવેસરથી વાવ્યા

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટના રોડ પાસેના નમી ગયેલા વૃક્ષોને ફરી ઊભા કરાયા - Divya Bhaskar
રિવરફ્રન્ટના રોડ પાસેના નમી ગયેલા વૃક્ષોને ફરી ઊભા કરાયા
  • રિવરફ્રન્ટ બાયો ડાયવર્સિટીના રોડ સાઈડ પર 425 વૃક્ષો પડી ગયા હતા

રાજયમાં તાઉ તે વાવઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ભારે પવન અને વરસાદ પડ્યો હતો. જેના કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડ પડી ગયા હતા. સાબરમતી રિવરફ્રન્ટ (ઇસ્ટ અને વેસ્ટ)ના રોડ પર અનેક ઝાડ આવેલા છે. સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં તાઉ તે વાવઝોડા દરમિયાન નુકસાન પામેલા આશરે 2000 જેટલા ઝાડને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ફરી ઉભા કરવામાં આવ્યા છે. જે જગ્યાએથી ઝાડને નુકસાન થયું હતું. ત્યાંથી ભાગને દૂર કરી નવેસરથી ઝાડ લગાવવામાં આવ્યા છે.

બાયો ડાયવર્સિટીના વૃક્ષો નમી ગયા હતા
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડના જનરલ મેનેજર ડો. આશિફ મેમણે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા મોટા ભાગના વૃક્ષો તાઉ-તે વાવાઝોડાના કારણે નમી ગયેલ હતા. રસ્તા પર તેમજ બાયો ડાયવર્સિટી ખાતે આવેલા વૃક્ષો નમી ગયેલા હતા. જેમાંથી રોડ સાઈડ પર 425 વૃક્ષો પડી ગયા હતા.

તાઉ-તે વાવાઝોડામાં વૃક્ષો પડી ગયા હતા
તાઉ-તે વાવાઝોડામાં વૃક્ષો પડી ગયા હતા

બાકીના વિસ્તારમાં નમેલા વૃક્ષો ઊભા કરવાની કામગીરી ચાલુ
મેમણે ઉમેર્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ લિમિટેડ દ્વારા 380 વૃક્ષોને પુનઃ સ્થાપિત કરવામાં આવેલા છે. તેમજ બાયો ડાયવર્સિટી ખાતે 1800 જેટલા વૃક્ષો નમી ગયેલા હતા તેમાંથી 1580 જેટલા વૃક્ષોને પુનઃ સ્થાપિત કરવામાં આવેલા છે. રિવરફ્રન્ટ વિસ્તારમાં આવેલા બાકીના વિસ્તારમાં પણ નમી ગયેલ વૃક્ષો માટેની કામગીરી ચાલુ છે