તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બુલિયન બજાર:સોનાના ભાવ ઘટતાં અમદાવાદના બુલિયન બજારમાં રોજનું 200 કિલો સોનાનું વેચાણ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.1500 સુધીનો ઘટાડો થતાં 24 કેરેટ સોનાનો ભાવ 50,700 થયો

કોરોનાની રસીમાં 90 ટકા સફળતા મળવાની સાથે જ સોના અને ચાંદીના ભાવમાં કડાકો બોલાયો હતો. અમદાવાદમાં બુલિયન સોનામાં ખરીદી નીકળતાં માલની અછત જોવા મળી હતી, જેને કારણે પ્રીમિયમ ભાવમાં ડબલ વધારો થયો છે. જ્યારે લગ્નસરાની ખરીદી નહિવત્ હોવાથી છૂટક બજારોમાં વેપારીઓ નવરા બેઠા છે, જ્યારે બુલિયન વેપારીઓ રોજના 200 કિલો સોનાનું વેચાણ કરી રહ્યા છે.

વિશ્વમાં કોરોનાના કેસમાં વધારો થવાની બીજી તરફ વૈશ્વિક સ્તરે કોરોના વેક્સિનની સફળતાના સાનુકૂળ અહેવાલો મળતાં ચાલુ વર્ષના અંતિમ તબક્કામાં બુલિયન બજારમાં કડાકો બોલી ગયો હતો. આ અહેવાલ બજારમાં સોનાનો ભાવમાં રૂ. 1200થી 1500નું ગાબડું બોલાતાં 24 કેરેટ સોનાનો ભાવ રૂ. 50,700 થયો છે, જ્યારે ચાંદીમાં રૂ. 1800 તૂટીને રૂ. 62,500ની સપાટીએ પહોંચી ગઇ હતી. આવા સમયે સોના-ચાંદીના દાગીનાનું વેચાણ કરતા જવેલર્સને ત્યાં વેચાણ ઓછું હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

20 ટકા ગ્રાહકો સોનાની લગડી અને સિક્કાની ખરીદી રહ્યા છે
બુલિયન બજારના વેપારી નિશાંત ઝવેરીએ જણાવ્યું હતું કે દિવાળીની રજાઓ બાદ બજાર શરૂ થતાં બુલિયનમાં માર્કેટ દોઢ ગણું સારું ચાલી રહ્યું છે. માત્ર અમદાવાદમાં રોજના 200 કિલો સોનાનું વેચાણ થઇ રહ્યું છે, જેમાં વેપારીઓ એટલે કે મેન્યુફેકચર કરતાં વેપારીઓમાં ખરીદી વધારે જોવા મળી રહી છે, જ્યારે 20 ટકા ગ્રાહકો જ સોનાની લગડી કે સિક્કાની ખરીદી કરી રહ્યા છે.

લગ્નની સીઝન છતાં હજુ સુધી જોઈએ એવી ખરીદી નીકળી નથી
અમદાવાદ જ્વેલર્સ એસોસિયેશનના પ્રમુખ જિગર સોનીએ જણાવ્યું હતું કે દિવાળીમાં સારી ખરીદી નીકળી હતી, પરંતુ હાલમાં લગ્નસરાની સીઝન હોવા છતાં લોકોની ખરીદી નીકળી નથી.

અન્ય સમાચારો પણ છે...