બ્રિટિશ PMનો રોડ-શો:ભીડ ભેગી કરવા AMTSની 200 બસ મુકાઈ; બોરિસ જોનસન સવારે 8.20એ એરપોર્ટથી સીધા ગાંધી આશ્રમ જશે

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
બ્રિટિશ વડાપ્રધાનની ગાંધી આશ્રમની મુલાકાત પૂર્વે આશ્રમમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
બ્રિટિશ વડાપ્રધાનની ગાંધી આશ્રમની મુલાકાત પૂર્વે આશ્રમમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું.
  • મ્યુનિ.ના દરેક વિભાગને 10-10 હજાર લોકોને લાવવાની સૂચના અપાઈ

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન આજે અમદાવાદથી તેમની ભારત યાત્રાની શરૂઆત કરશે. બોરિસ જોનસનને સવારે 8.20એ અમદાવાદ એરપોર્ટ પર ઊતરશે અને ત્યાંથી સીધા તેઓ ગાંધી આશ્રમ જશે, તેમના અભિવાદન માટે યોજાનારા રોડ શો માટે એએમટીએસની 200 બસ મુકાઈ છે. મ્યુનિ.ના તમામ વિભાગને 10-10 હજાર લોકોને લાવવા સૂચના અપાઈ છે. અમદાવાદની મુલાકાતે આવી રહેલા બ્રિટનના વડાપ્રધાનના રોડ શો માટે 200 વધારે એએમટીએસની બસો લોકોના લાવવા માટે મુકાઈ છે. ત્યારે શહેરમાં તમામ રૂટમાં 25 ટકાસ બસોનો કાપ મુકાતા પેસેન્જરોને મુશ્કેલી પડશે.

કૂતરા પકડવા માટે એક ટીમ મોકલાઈ હતી.
કૂતરા પકડવા માટે એક ટીમ મોકલાઈ હતી.

રોડ શોની જગ્યાએ લોકોને લાવવા ગુરુવારે સવારે 6 વાગ્યાથી જ એએમટીએસની બસો મુકાશે. અન્ય વાહનો દ્વારા પણ નાગરિકોનું પરિવહન કરવામાં આવશે. સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા રોડ શોમાં ભાજપના કોર્પોરેટરને ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. જોકે આ વખતે ભાજપના તમામ કાર્યકરોને આ રોડ શો માં હાજરી આપવા માટે માત્ર જાણ કરવામાં આવી છે. એટલે કે આ વખતે કોર્પોરેટરને ભીડ એકઠી કરવા માટે સીધો કોઇ જવાબદારી આપવામાં આવી નથી. તેને બદલે મ્યુનિ.ના અધિકારીઓને ભીડ એકઠી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે.

બોરિસ જોનસન - ફાઇલ તસવીર
બોરિસ જોનસન - ફાઇલ તસવીર

તમામ વિભાગ જેવા કે, હેલ્થ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, એસ્ટેટ વિભાગ, ઇજનેર વિભાગ સહિત અન્ય તમામ વિભાગને 10 હજાર જેટલી ભીડ એકઠી કરીને સ્થળ પર લાવવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે બ્રિટનના વડાપ્રધાનના કોન્વોયનું રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.

બોરિસ જોનસન ઉદ્યોગપતિ અદાણી સાથે બેઠક કરશે
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સવારે અમદાવાદ એરપોર્ટ પરથી બંધ કારમાં ગાંધી આશ્રમ જશે. આ પછી હયાત હોટલમાં ઊતરશે અને તે પછી ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બેઠક યોજશે. આ સાથે તેઓ ગાંધીનગર સ્થિતિ બાયોટેકનોલોજીની યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. ઉપરાંત વડોદરા નજીકના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. આ પછી તેઓ દિલ્હી જવા રવાના થશે એમ ટોચનાં સૂત્રોએ કહ્યું હતું. અમદાવાદમાં એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીમાં 45 સ્ટોલ ઉભા કરાયા છે. આ સ્ટોલમાં 50 ટકા સ્ટોલ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ઝલક જોવા મળશે.