સજા:રામોલમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારાને 20 વર્ષની જેલની સજા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રામોલમાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી ભગાડી જઈ દુષ્કર્મ કરનાર આરોપી અર્પિત પટેલને પોક્સો કોર્ટના જજ પી.એમ.સયાણીએ 20 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો છે. કોર્ટે આરોપીને સજા ફટકારતા નોંધ્યું કે, સગીરા સાથેના દુષ્કર્મને ગંભીરતાથી લેવું જોઇએ. પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો આચરનાર આરોપી સાથે કોઇ દયા ખાવી ન જોઇએ. આરોપીને સખત સજા ફટકારી સમાજમાં એવો સંદેશો પ્રસરાવવો ન્યાયોચિત લેખાશે કે સગીરા સાથે દુષ્કર્મનો ગુનો કરશે તેને સખત સજા ફટકારાશે.

રામોલમાં રહેતી 15 વર્ષીય સગીરાને આરોપી અર્પિત પટેલે લલચાવી અંબાજીની ધર્મશાળામાં લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું. આ અંગે રામોલ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ કર્યું હતું. આ કેસ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ દસ્તાવેજી પુરાવા અને સાક્ષીઓ તપાસી આરોપી વિરુદ્ધ ગુનો પુરવાર કર્યો હતો. આરોપીને સજા ફટકારવા અંગે રજૂઆત કરી હતી કે, સગીરાની વય અને અણસમજનો ગેરફાયદો ઉઠાવી દુષ્કર્મ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...