તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:ઉજ્જવલા યોજના 2.0નો પ્રારંભ થશે, સાવરકુંડલાના બાઢડા ગામ પાસે ઝૂંપડાંમાં સૂતેલા પર ટ્રક ચડી જતાં 8નાં મોત

અમદાવાદ2 મહિનો પહેલા

નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 10 ઓગસ્ટ, શ્રાવણ સુદ બીજ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) PM મોદી ઉજ્જવલા યોજના 2.0નો પ્રારંભ કરાવશે, લાભાર્થીઓને ગેસ કનેક્શન સાથે સગડી અને પહેલીવાર ભરેલો ગેસનો બાટલો મળશે.
2) આજથી 20 ઓગસ્ટ સુધી CSની પરીક્ષાઓ લેવાશે.
3) રાજકોટમા મનપાની 50 ટીમ 1800 નાગરિકોનો સિરો સર્વે કરશે, હર્ડ ઇમ્યુનિટી અને વાયરસનો સ્કેલ શોધાશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) સાવરકુંડલાના બાઢડા ગામ પાસે બેકાબૂ ટ્રક ઝૂંપડાંમાં સૂતા લોકો પર ચડી જતાં 8નાં મોત, 4થી વધુ ગંભીર; મૃતકનાં પરિવારજનોને 4 લાખની સહાય
અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ ગોજારો અકસ્માત થયો હતો. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોનાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર
2) બાઢડામાં અકસ્માત કરનાર ડ્રાઇવરે ભાગવાને બદલે ટ્રક થંભાવી દીધી હોત તો છ જિંદગી બચી જાત, એક ભૂલને કારણે મૃત્યુઆંક 2થી 8નો થયો
અમરેલીના સાવરકુંડલા તાલુકાના બાઢડા પાસે ગમખ્વાર અકસ્માત સર્જી 8 નિર્દોષ લોકોને મૃત્યુના મુખમાં ધકેલનાર ટ્રક ડ્રાઈવરને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસની તપાસમાં અકસ્માત સર્જનાર ટ્રક રોંગ સાઈડમાં ચાલતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. સૌથી ચોંકાવનારી બાબતે એ છે કે ટ્રકચાલકે બે લોકોને અડફેટે લેતાં જ ટ્રકચાલકે ટ્રક થંભાવી દીધી હોત તો થોડે દૂર સૂતેલા 6 લોકો બચી ગયા હોત.

વાંચો સમાચાર વિગતવાર
3) સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની ગંભીર બીમારી હતી, 16 કરોડના દાનની સરવાણી વહેતી હતી ત્યાં જ વિવાને અંતિમ શ્વાસ લીધા
ખૂબ જ ગંભીર બીમારીથી પીડાતા કોડીનારના વિવાન વાઢેરનું અમદાવાદ ખાતે અચાનક મૃત્યુ થયું છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા મિશન વિવાનનો પણ અંત આવ્યો છે. વિવાનના પિતાએ વિવાનને બચાવવા મદદ કરનારા તમામનો આભાર માન્યો હતો. વિવાનની સારવાર માટે એકઠી થયેલી તમામ રકમ સેવાકીય કામ પાછળ વાપરવામાં આવશે. વિવાનને બચાવવા માટે 16 કરોડ રૂપિયાના ઈન્જેક્શનની જરૂર હતી.

વાંચો સમાચાર વિગતવાર
4)'હું નથી માનતો કે વહેલી ચૂંટણી આવે; સમયસર જ યોજાશે, UPની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા-દેવા નથી': CM રૂપાણી
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાના જીતનગર ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ' નિમિત્તે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં 341 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા બિરસા મુંડા યુનિવર્સિટીના બિલ્ડિંગનું મુખ્યમંત્રીએ ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે હું નથી માનતો કે વહેલી ચૂંટણી આવશે. રાજ્યમાં સમયસર જ ચૂંટણી યોજાશે. ઉત્તરપ્રદેશની ચૂંટણી સાથે ગુજરાતને કોઈ લેવા-દેવા નથી.

વાંચો સમાચાર વિગતવાર
5)UNSCની ઓપન ડિબેટમાં PM મોદીએ કહ્યું- સમુદ્ર આપણો સંયુક્ત વારસો, પાઇરસી અને આતંકવાદ માટે સમુદ્રી રસ્તાનો દુરુપયોગ થઈ રહ્યો છે
વડાપ્રધાન મોદી યુનાઈટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં સમુદ્રી સુરક્ષા પર થનારી ઓપન ડિબેટની અધ્યક્ષતા કરી રહ્યાં છે. આ મીટિંગ વીડિયો કોન્ફરન્સિંગથી થઈ રહી છે. જેમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ, યુનાઈટેડ નેશનસ સિસ્ટ અને પ્રમુખ ક્ષેત્રીય સંગઠનોના હાઈલેવલ બ્રીફર્સ ભાગ લઈ રહ્યાં છે. આ પ્રોગ્રામ UNSCની વેબસાઈટ પર લાઈવ જોઈ શકાય છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમાં સામેલ થયા છે.

વાંચો સમાચાર વિગતવાર
6)પેગાસસ મુદ્દે સંસદમાં સરકારનો જવાબ, રક્ષા મંત્રાલયે કહ્યું-સ્પાઈવેર તૈયાર કરનારી ઈઝરાયેલી ફર્મ સાથે કોઈ લેવાદેવા નથી
પેગાસસ જાસૂસી વિવાદ વચ્ચે સંરક્ષણ મંત્રાલયે સોમવારે સંસદમાં કહ્યું કે સ્પાયવેર વેચનારી ઈઝરાયેલના ગ્રુપ NSO સાથે તેમને કોઈ જ લેવાદેવા નથી. ભારત સહિત અનેક દેશોમાં લોકોના ફોન પર ચાંપતી નજર રાખવા માટે આ ગ્રુપના પેગાસસ સોફ્ટવેરનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

વાંચો સમાચાર વિગતવાર
7)ટોક્યોથી પરત ફરેલી ઓલિમ્પિક ટીમનું ભવ્ય સ્વાગત, સેલ્ફી લેવા ફેન્સની લાઇનો લાગી; એરપોર્ટથી ટીમ હોટલ અશોકા પહોંચી
ટોક્યો ઓલિમ્પિકના ચેમ્પિયન્સ નીરજ ચોપરા, રવિ દહિયા, બજરંગ પૂનિયા અને બંને હોકી ટીમ દિલ્હી પહોંચી ગયા છે. એરપોર્ટ પર એના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી હતી. ઢોલ-નગારા સાથે એમનું સ્વાગત કરાયું હતું.

વાંચો સમાચાર વિગતવાર
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) અમદાવાદમાં બેંકમાં પૈસા જમા કરાવવા જતા યુવકને ઓળખીતાએ જ લૂંટ્યો, ફાયરિંગ કરવાની અને છરી મારવાની ધમકી આપી 16 લાખ લૂંટી ફરાર
2) શ્રાવણ મહિનાના પહેલા દિવસે જ રાજ્યભરના શિવાલયો ‘બમ બમ ભોલે’ના નાદથી ગુંજી ઉઠ્યા, વહેલી સવારથી જ ભક્તોની લાઇન લાગી હતી.
3)પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, અમૃતસરમાં ડ્રોન મારફત હથિયાર, હેન્ડગ્રેનેડ નાખવામાં આવ્યાં, 100થી વધુ કારતૂસ અને ટિફિન- બોમ્બ મળ્યાં
4) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, PM મોદીએ યોજનાનો 9મો હપતો જાહેર કર્યો, 9.75 કરોડ ખેડૂતોને ફાયદો થશે
5) તોળાતુ સંકટ, વર્ષ 2030 સુધીમાં પૃથ્વીના તાપમાનમાં 1.5 ડિગ્રીનો વધારો થશે, વધી રહ્યું છે સમુદ્રનું સ્તર

આજનો ઈતિહાસ
વર્ષ 1966માં આજના દિવસે ઓર્બિટર-1 લોન્ચ કરવામાં આવ્યું હતું. ચંદ્રની ઓર્બિટમાં પહોંચનાર તે વિશ્વનું સૌ પ્રથમ સ્પેસક્રાફ્ટ હતું.

અને આજનો સુવિચાર
બાળકો સાથે સફળતાપૂર્વક કામ પાડવાનું રહસ્ય એના વડીલ ન બનવામાં રહેલું છે.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...