ફેસલેસ કામગીરી:RTOની 20 સેવાઓ ફેસલેસ પણ લોકોને રૂબરૂ બોલાવાય છે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓનલાઈન પુરાવા દેખાતા નથી : સ્ટાફ

રાજ્યની તમામ આરટીઓમાં વાહન અને લાઇસન્સ સબંધિત 20 સેવા ફેસલેસ છે. ફેસલેસ કામગીરીમાં ઓફલાઇન પુરાવા મગાવવાની જરૂરી નહીં હોવા છતાં પ્રત્યેક આરટીઅોમાં અરજદારોને રૂબરૂ બોલાવીને પુરાવાનો આગ્રહ રખાય છે. આરટીઓના સ્ટાફે કહ્યું કે, ઓનલાઇન પુરાવા બરોબર દેખાતા ના હોય તેવા જ કિસ્સામાં પુરાવા મગાવાય છે.

સરકારે આધાર બેઇઝડ ફેસલેસ સેવા શરૂ કરી પણ ઘણાં કિસ્સામાં પુરાવા સાથે રૂબરૂમાં આરટીઓ કચેરીમાં આવવું પડે છે. આરટીઓમાં રૂબરૂ પુરાવા રજૂ કરી ચકાસણી કરાવે ત્યારે જ અરજીનો નિકાલ થાય છે. આરટીઓના અધિકારીઓએ નામ નહીં આપવાની શરતે કહ્યું કે, ફેસલેસ હેઠળ આવતી અરજીઓમાં કેટલીકવાર પુરાવા સ્પષ્ટ દેખાતા નથી. આવા કિસ્સામાં અરજદારને રૂબરૂ બોલાવાય છે. આ સિવાય આરટીઓ કચેરીએ રૂબરૂ બોલાવામાં આવતા નથી.

અન્ય સમાચારો પણ છે...