તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિધાનસભામાં સરકારે કહ્યું:રાજ્યમાં 2 વર્ષમાં 298 વિદ્યાર્થીઓ સહિત દરરોજ 20 લોકોનો આપઘાત

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 2 વર્ષમાં કુલ 15007 વ્યક્તિના આપઘાત, 61 વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો
 • અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આપઘાતના વધુ બનાવો બને છે

પ્રગતિશીલ ગણાતા ગુજરાતમાં આપઘાતના બનાવનો આંકડો એટલો છે કે, આખો પહોંળી થઇ જાય. રાજ્યમાં 2 વર્ષમાં કુલ 15007 વ્યક્તિએ આપઘાત કર્યા છે. આ પૈકી 298 વિદ્યાર્થીએ આપઘાત કર્યા હોવાનો રાજ્યના ગૃહ વિભાગે કહ્યું હતું. જ્યારે 6850 વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ અને 61 વિદ્યાર્થીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને ચંદનજી ઠાકોરે પુછેેલા પ્રશ્નના જવાબ સરકારે રજૂ કરેલા જવાબના નિરીક્ષણમાં એ‌વું પણ તારણ નીકળે છે કે, ખાસ કરીને વિદ્યાર્થીઓના સૌથી મોટા 4 શહેર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં આપઘાતના બનાવો વધુ બનતા હોવાનું પણ બહાર આવ્યું છે. પંચમહાલ, નર્મદા, મહીસાગર અને દાહોદમાં તો આપઘાતનો એક પણ કેસ નોંધાવા પામ્યો ન હતો.

આપઘાત અને આપઘાતના પ્રયાસના બનાવ

સમયગાળોઆપઘાતપ્રયાસવિદ્યાર્થીના આપઘાતવિદ્યાર્થીનો પ્રયાસ
ઓક્ટો.-2018થી સપ્ટે.-20197505373215335
ઓક્ટો.-2019થી સપ્ટે.-20207502311814526
કુલ15007685029861
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો