તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સીએ આઈપીસીઈ (ઓલ્ડ) કોર્સ, સીએ ઈન્ટર મીડિએટ (ન્યુ કોર્સ), સીએ ફાઉન્ડેશન કોર્સનુ પરિણામ જાહેર કરાયુ હતુ. જે અંતર્ગત પરીક્ષાના પરિણામમાં ઓલ ઇન્ડિયા લેવલ પર ટોપ 50 રેન્કમાં અમદાવાદ ચેપ્ટરના કુલ છ વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યુ છે. અમદાવાદની વિદ્યાર્થીની શ્રેયા રાકેશ તિબ્રેવાલે પ્રથમ રેન્ક મેળવીને ગૌરવ વધાર્યુ છે. આ ટોપર્સે પરીક્ષાની તૈયારીમાં કરેલી મહેનતને ભાસ્કર સાથે શેર કરી હતી.
નિયમિત મહેનત થકી પ્રથમ રેન્ક
ઘરમાં એેક કરતા વધુ સભ્યો સીએ છે. કોચિંગ નિષ્ણાતોના માર્ગદર્શન સાથે નિયમિત મહેનત થકી સીએમાં ઓલ ઇન્ડિયા લેવલ પર પ્રથમ રેન્ક મેળવ્યો છે. હવે હું સીપીએ કરવા માંગુ છુ. ’ - શ્રેયા રાકેશ તિબ્રેવાલ, ઓલ ઈન્ડિયા રેન્ક-1
પિતાને ગર્વ કરાવવા આ કોર્સ પંસદ કર્યો
બહેન સીએ ક્લીયર ના કરી શકી હોવાથી પિતાને ગર્વની અનુભૂતિ કરાવવા આ કોર્સ પંસદ કર્યો છે. બહેનની નિષ્ફળતાથી પરીક્ષા ક્લીયર કરવાની પ્રેરણા મળી. મહેનત કરીને પરીક્ષામાં સફળતા મેળવી હતી. -ચિરાગ અસવા, ઓલ ઇન્ડિયા રેન્ક-7
15 કલાક મહેનત કરી સફળતા મેળવી
બાળપણથી સીએ બનવાની ઈચ્છા. કોલેજના સમયથી સીએનો કોર્સ ક્લીયર કરવાનો છે તેવા ધ્યેય સાથે તૈયારી હાથ ધરી હતી. દરરોજ આશરે 15 કલાક સીએની પરીક્ષાલક્ષી તૈયારી કરતો. ’ - પાર્થ દિપક બંસલ, ઓલ ઇન્ડિયા રેન્ક-21
પિતાએ સતત મોટિવેટ કરી છે
મારા પિતા ધો.10 ભણેલા છે અને ફેક્ટરીમાં વર્કર છે. તેઓ મને સતત મોટિવેટ કરતા હતા. પ્રતિ દિવસ 12થી 15 કલાકની પરીક્ષાલક્ષી તૈયારી કરીને આ પરિણામ મેળવવાની હક્કદાર બની છુ. - વૈષ્ણવી ભરત પંચાલ, ઓલ ઇન્ડિયા રેન્ક 30
પરિવારજનોએ સતત મોટિવેટ કરી
પરિવારમાં 10 કરતા વધુ સીએ હોવાથી મોટિવેટ થઈ.માતા-પિતા તેમજ કોંચિગના માર્ગદર્શનથી સીએની પરીક્ષા ક્લીયર કરવા સહાયભૂત નીવડયુ. - આસ્થા બિરેન શાહ
14 કલાકની મહેનતથી પરીક્ષામાં સફળતા
માત્ર સ્માર્ટ વર્ક નહી, પરંતુ સતત 14 કલાકની મહેનતથી પરીક્ષામાં સફળતા મળી છે. કોચિંગ ક્લાસની મોનિટરીંગના લીધે સફળતા મળી છે. - વિશા અગ્રવાલ
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.