તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:સિંધુભવન પાસેના ગેમ ઝોનમાં પાર્કિંગ મુદ્દે 2 યુવક દંપતીને માર મારી ફરાર

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 12 વર્ષના પુત્રને પણ ધક્કો મારી પાડ્યો, સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

સિંધુભવન રોડ પર આવેલા ગેમ ઝોનના પાર્કિંગમાં ગાડી કાઢવા બાબતે ઓડીમાં સવાર 2 યુવકે દંપતી સાથે મારામારી કરી હતી, જેમાં 12 વર્ષના દીકરાને હાથે ફ્રેકચર હોવા છતાં તેને પણ ધક્કામુક્કીમાં પાડી દીધો હતો. આટલું જ નહીં બહાર નીકળ તો શોધીને મારીશું તેવી ધમકી આપી હતી. આ અંગે સરખેજ પોલીસે બંને યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

ફરિયાદ મુજબ, ગોતામાં આવેલી વિશ્વાસ સિટી- 7ની સામે આનંદ શેફાયરમાં રહેતા શૈલેશભાઈ જગુભાઈ મહેતા (ઉં.34) પ્રહલાદનગર ખાતેની ગેસ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. શૈલેશભાઈ શુક્રવારે સાંજે 6 વાગ્યે પત્ની કિરણબહેન અને દીકરા રુદ્ર (ઉં. 12) સાથે સિંધુભવન રોડ પર આવેલા શોટ ગેમ ઝોનમાં ગયાં હતાં. ત્યાંથી રાતે 8 વાગ્યે તેઓ ઘરે જવાનું હોવાથી પાર્કિંગમાં ગયા હતા અને કાર રિવર્સ લઈને બહાર કાઢી રહ્યા હતા ત્યારે કાર ઊભી રાખીને કિરણબહેન અને રુદ્રને કારમાં બેસાડી રહ્યા હતા.

જોકે દીકરા રુદ્રને હાથે ફ્રેક્ચર થયું હોવાથી તે સાચવીને કારમાં બેસી રહ્યો હતો, જેથી થોડો સમય લાગ્યો હતો. આ દરમિયાન પાછળથી એક ઓડી કાર આવી હતી, જેના ડ્રાઇવરે હોર્ન મારીને શૈલેશભાઈને કાર જલદી ખસેડવા કહ્યું હતું. આથી શૈલેશભાઈએ 2 મિનિટમાં કાર લઉં છું તેમ કહેતાં તે બંને શૈલેશભાઈ પર ગુસ્સે થયા હતા અને તેમની સાથે ઝઘડો કરીને મારામારી કરવા લાગ્યા હતા. આથી પત્ની કિરણબહેન વચ્ચે પડતા તે બંને યુવકોએ કિરણબહેનને પણ લાફો મારી દીધો હતો. ઝપાઝપીમાં રુદ્ર પણ નીચે પડી ગયો હતો. ત્યાંથી નીકળીને શૈલેશભાઈ સરખેજ પોલીસ સ્ટેશન ગયા હતા અને ઓડીમાં આવેલા 2 યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો