તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેતવણી રૂપ બનાવ:સૂર્યવંશી પરિવારનો 2 વર્ષનો લાડકો ફ્લેટના ત્રીજા માળે ગેલેરીની એંગલ પર ચડ્યો, નીચે પટકાતા મોત

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સરખેજના ફેતહવાડીમાં બે વર્ષીય બાળક રમતાં-રમતાં એંગલ પર ચડી ગયો હતો

તમારા ઘરમાં નાનું બાળક છે અને તમે ફ્લેટમાં રહેતા હોય તો તમારા મકાનમાં રૂમની ગેલેરીની ઉંચાઈ ઓછી છે, તેવા વાલીઓએ ચેતવવા જેવો એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. સરખેજના ફતેહવાડી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ત્રીજા માળે રહેતો બે વર્ષનો બાળક ગેલેરીમાં રમતા રમતા એંગલ પર ચડી ગયો હતો અને ત્યાંથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે વેજલપુર પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

બે દિવસ અગાઉનો બનાવ
શહેરના સરખેજ વિસ્તારમાં આવેલા ફતેહવાડીમાં આઇશા મસ્જિદ પાસે મિલ્લતે ઈંબ્રાહિમ ફ્લેટમાં વિષ્ણુભાઈ સૂર્યવંશી તેમના પરિવાર સાથે રહે છે. તેઓને બે વર્ષનો સમીર નામનો બાળક હતો. બે દિવસ પહેલા સવારના 9.30ના આસપાસ સમીર ઘરમાં ત્રીજા માળે તેમના મકાનમાં ગેલેરીમાં રમતો હતો. રમતા રમતા લોખંડની એંગલ પર ચડી ગયો હતો.

સારવાર દરમિયાન દમ તોડ્યો
બાળકનું એંગલ પર બેલેન્સ ન રહેતા નીચે પટકાયો હતો. અવાજ આવતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. સમીરને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું રવિવારે મોડી રાતે સારવાર દરમિયાન મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...