• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 2 Usurpers Hit The Young Man In The Collection Of Borrowed Money; Despite Paying 50 Thousand In 4 Months Against The 10 Thousand Taken To Pay College Fees, He Was Beaten

હુમલો:ઉછીના પૈસાની ઉઘરાણીમાં 2 વ્યાજખોરે યુવકને ફટકાર્યો; કોલેજ ફી ભરવા લીધેલા 10 હજારની સામે 4 મહિનામાં 50 હજાર ચૂકવ્યા છતાં માર માર્યો

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં યુવકની ફરિયાદ

ચાંદખેડામાં કોલેજની ફી ભરવા ઉછીના લીધેલા 10 હજાર સામે યુવકે 50 હજાર ચૂકવ્યા છતાં બે વ્યાજખોરે તેને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાંદખેડામાં ધરતી ક્રિસ્ટલમાં રહેતો સત્યમ તિવારી (ઉં.18) મણિનગરની કોલેજમાં બીએના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. સત્યમના પિતા રામઅચલ વકીલ છે. ચાર માસ પહેલાં સત્યમના એક મિત્રને કોલેજની ફી ભરવા માટે રૂ.10 હજારની જરૂર હોવાથી તેણે સત્યમ પાસે પૈસા માગ્યા, પરંતુ સત્યમ પાસે પૈસા નહીં હોવાથી તેણે પરિચિત આશિષ દેસાઈ (રબારી વાસ, ખોડિયાનગર, ચાંદખેડા) પાસેથી 10 હજાર લીધા હતા.

બીજા દિવસે આશિષે સત્યમને ફોન કરીને ‘રૂ.25 હજાર આપવા પડશે’ તેવું દબાણ કરીને ધમકી આપી હતી. આથી સત્યમે મિત્રો પાસેથી હાથ ઉછીના પૈસા લઈને આશિષને 24 હજાર ચૂકવી દીધા હતા. જ્યારે બાકીના 1 હજાર બીજા દિવસે આપવાનું કહ્યું હતું. એટલું જ નહીં આશિષે ધમકી આપી હતી કે જો બપોર સુધીમાં પૈસા નહીં આપે તો રૂ.20 હજાર પેનલ્ટી લાગશે.

ધીમે ધીમે આશિષની પૈસાની માગણી વધતી ગઈ હતી. દરમિયાન 4 જાન્યુઆરીએ સત્યમ ભાઈ સાથે ફેક્ટરીએ ગયો હતો અને ત્યાંથી બપોરે નીકળીને રિંગરોડ પર એક કાફેમાં બેઠો હતો ત્યારે આશિષ દેસાઈ અને રાહુલ ઉર્ફે લાલી દેસાઈએ ત્યાં જઈને પૈસા માટે સત્યમને ધાકધમકી આપી, મારામારી કરી, તેનો ફોન તોડી નાખ્યો હતો. આ અંગે સત્યમે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...