ઉચ્ચ કક્ષાએ રજૂઆત:અમદાવાદના રામોલ તળાવમાં ઓક્સિજનના અભાવે 2 હજાર માછલીનાં મોત

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રામોલના ગતરાડ ગામના સૂરધાન તળાવમાં ઓક્સિજન નહીં મળવાના લીધે અંદાજે બે હજાર માછલીઓના મોત થયા છે. આ અંગે સ્થાનિકોએ જીવદયા પ્રેમીઓને જાણ કરતા જીપીસીબીની ટીમ પાણીના સેમ્પલ લઇ ગઇ છે. આ ઘટના અંગે સ્થાનિકોએ કહ્યું કે, તળાવમાં પાણીની અવરજવર જ નથી, જેથી માછલીઓને ઓક્સિજન મળતો નહતો. ઉપરાંત તળાવની બાજુમાં આવેલા ખેતરમાં કેમિકલ હતું. જે વરસાદમાં તળાવ સુધી પહોંચી પાણીમાં ભળ્યું હતું.

છેલ્લા બે-ત્રણ દિવસમાં જ અંદાજે બે હજારથી વધુ માછલીઓના મોત થયો છે. જીપીસીબીની ટીમ પાણીના સેમ્પલ લઇ ગયા પછી કોઇ વિભાગ સાથે સંકલન કરીને તળાવના પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે કોઇ કાર્યવાહી નહીં કરતા માછલીઓના મોતનો આંકડો વધી રહ્યો છે. જીવદયા પ્રેમી મનોજ ભાવસારે કહ્યું કે, જાણ કરવા છતાં ફાયર વિભાગની ટીમે પાણીના ટેન્કર પહોંચાડ્યા નહોતા. ઉચ્ચ કક્ષાએ રજૂઆત કર્યા બાદ રવિવારે પાણીની ટેન્કરો મોકલ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...