રવિવારે મેડિકલક્ષેત્રના પાટીદારોનું સ્નેહમિલન:શાહીબાગ ખાતે 2 હજાર ડોક્ટર અને મેડિકલ સંલગ્ન લોકો હાજર રહેશે, CM સહિતના 4 પટેલ ધારાસભ્યો પણ જોડાશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના મેડિકલ તેમજ પેરામેડીકલ ક્ષેત્રે સંકળાયેલા કડવા પાટીદારોના સ્નેહમિલન કાર્યક્રમનું 8 જાન્યુઆરીએ આયોજન કરવામાં આવ્યું છે. આ સ્નેહમિલન કાર્યક્રમનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.

8 જાન્યુઆરીએ સરદાર પટેલ સ્મારક ખાતે આયોજન
પાટીદાર પરિવાર ટ્રસ્ટની સંસ્થા પાટીદાર ડૉક્ટર પરિવાર દ્ધારા 8 જાન્યુઆરીના રોજ સરદાર પટેલ સ્મારક ભવન,શાહીબાગ ખાતે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી આશરે 2000 ડોક્ટર અને મેડિકલ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓ હાજર રહેશે. કડવા પાટીદાર સમાજના ડૉક્ટર અને તબીબી ક્ષેત્રે જોડાયેલા લોકો એક મંચ આવી મજબૂત સંગઠન બનાવે તે હેતુથી આ સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

આરોગ્યમંત્રી મુખ્ય મહેમાન
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત અમદાવાદના ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરીયા, વર્તમાન ધારાસભ્યો હર્ષદ પટેલ, જીતેન્દ્ર પટેલ અને હસમુખ પટેલ પણ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...