તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી ખોરવાતા પરેશાની:અમદાવાદના સુભાષબ્રિજ RTOમાં લાયસન્સ બેકલોગની 2 હજાર અરજી પેન્ડિંગ; ઓનલાઇન ઠેકાણાં ન હોવાથી લોકોને ધરમધક્કા

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુભાષ બ્રિજ આરટીઓ - ફાઇલ તસવીર - Divya Bhaskar
સુભાષ બ્રિજ આરટીઓ - ફાઇલ તસવીર
  • અરજદારોને કોઈ મેસેજ પણ ન મોકલાતા ધક્કા ખાવા પડે છે
  • 10 દિવસને બદલે મહિનાઓથી નિકાલ નથી થયો

સુભાષબ્રિજ આરટીઓમાં લાઇસન્સના બેકલોગ માટે ઓનલાઇન પ્રોસેસ કર્યા પછી અરજદારને આરટીઓમાં રૂબરૂમાં ધક્કા ખાવા પડે છે. હાલમાં બેકલોગની 2000 અરજી પેન્ડિંગ છે. અધિકારીઓનો દાવો છેકે, ચાર દિવસમાં અરજીનો નિકાલ કરાય છે. જ્યારે અરજદારોએ રોષ વ્યક્ત કરતા કહ્યું કે, બેકલોગનો કોઇ મેસેજ આવતો નથી.

સિક્યોરિટી ગાર્ડ જ પરત કાઢી મૂકે છે
સિનીયરસિટીઝને કહ્યું કે, હાલ કોરોનાની સ્થિતીમાં બહાર નીકળવું મુનાસીબ નથી. ત્યારે આરટીઓના અધિકારીઓ પરેશાની ઉભી થાય તેવી સ્થિતી સર્જી રહ્યા છે. અરજીની સાથે પૂરતા પુરાવા ના હોય તો અરજી બેક કરે છે. જેની અરજદારને કોઇ જાણકારી નહીં હોવાથી અરજીની તપાસ માટે અરજદાર આરટીઓમાં રૂબરૂમાં આવે તો સિક્યોરિટીના ગાર્ડ 25મી પછી આવવાનું કહી પરત કાઢે છે. દસ દિવસના બદલે મહિના સુધી અરજીનો નિકાલ થતો નથી. કમિશનર કચેરીમાં કરેલી રજૂઆતનો પણ જવાબ મળતો નથી.

ઓનલાઇન સિસ્ટમમાં ઠેકાણા નથી
વાહનની 2010 પહેલાની આરસીબુકને બેકલોગ કરાવવી ફરજિયાત છે. ઓનલાઇન સિસ્ટમમાં ઠેકાણા નહીં હોવાથી અરજદારો રૂબરૂમાં આવે છે. હાલ કોવિડનું બહાનું કાઢી આરસીબુકના બેકલોગની કામગીરી જ બંધ કરી દેવાઇ છે. જેના કારણે વાહન વેચનારને ભારે સમસ્યા પડી રહી છે. સરકારે ઓનલાઇન કામગીરી ચાલુ રાખવા કરેલા આદેશનું આરટીઓ કચેરીમાં જ ઉલ્લંઘન થઈ રહ્યું છે. અરજદારોને મજબુરીમાં એજન્ટો સાથે કામ કરાવવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...