તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:સોલા સાયન્સ સિટી રોડ પરના કલ્હાર એક્ઝોટિકા બિલ્ડરના ઘરમાંથી ઘરઘાટી 2 વીંટી, 1 લાખની કિંમતની 2 વોચ ચોરી ફરાર

અમદાવાદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 4 મહિના પહેલાં જ રાજસ્થાની યુવકને નોકરીએ રાખ્યો હતો

સોલા સાયન્સ સિટી રોડ પરના કલ્હાર એક્ઝોટિકામાં રહેતા બિલ્ડરના બંગલામાંથી ઘરઘાટી સોનાની હીરાજડિત બે વીંટી અને 2 મોંઘી ઘડિયાળ ચોરી ગયો હતો. કલ્હાર એક્ઝોટિકામાં રહેતા મનન મણિલાલ પટેલ (ઉં.42) કારગીલ પેટ્રોલ પંપ સામેના ગણેશ મેરેડિયમ બિલ્ડિંગમાં એમબી સ્ટોન નામથી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરે છે. 4 મહિના પહેલાં મનને સુનીલ ભગવાન મીણા (સલુમ્બર,બેરાવલ ગામ,રાજસ્થાન)ને ઘરઘાટી તરીકે રાખ્યો હતો.

ગત 20 મેએ મનન ઓફિસ ગયા હતા. ત્યાર બાદ બપોરે પત્ની પીનલબેનનો ફોન આવ્યો હતો કે તેઓ ડ્રાઇવરની સાથે બંને બાળકોને લઈને બહાર જઈ રહ્યાં છે. જોકે તેઓ પાછાં આવ્યાં ત્યારે સુનીલ ઘરમાં ન હતો. તેમજ બેડરૂમનું કબાટ ખુલ્લું હતું અને દાગીનાના બોક્સ બહાર પડ્યા હતા. તે બોક્સમાંથી સુનીલ સોનાની હીરાજડિત 2 વીંટી (કિંમત 2 લાખ) અને 2 કાંડા ઘડિયાળ (કિં.રૂ.1 લાખ) મળીને 3 લાખની મતા ચોરીને ભાગી ગયો હતો. આ અંગે મનનભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પત્ની બ્લડ ડોનેટ કરવા ગયાં ત્યારે ચોરી કરી ગયો
પતિ ઓફિસ ગયા બાદ પત્ની બપોરે એક કલાક માટે બે બાળકોને લઈને બ્લડ ડોનેટ કરવા ગઈ તે તકનો લાભ લઈને ઘરઘાટી હાથ સાફ કરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...