નળ સરોવર પાસેના કાયલા ગામ ખાતેથી દેશી બનાવટની 2 પિસ્ટલ, બાર બોરની એક બંદૂક તેમ જ 19 કારતૂસ સાથે એકની અમદાવાદ જિલ્લા એલસીબીએ ધરપકડ કરી હતી. જ્યારે પકડાયેલા આરોપીને હથિયારો આપનારા કાયલા ગામના 2 માણસની પોલીસે શોધખોળ શરૂ કરી છે.
અમદાવાદ જિલ્લામાં ગેરકાયદે થતી હથિયોરની હેરાફેરી વિશે ડીએસપી વીરેન્દ્રસિંહ યાદવને બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદ જિલ્લા એલસીબીની ટીમે નળ સરોવરની આસપાસના વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાનમાં કાયલા ગામ પાસેથી પોલીસે બાર બોરની એક બંદૂક તેમ જ દેશી બનાવટની 2 પિસ્ટલ અને 19 કારતૂસ સાથે કાદરભાઈ અબ્દુલભાઈ હુસેનભાઈ કાલિયા (ખાડિયાપરા, કાયલા ગામ)ને ઝડપી લીધો હતો.
પોલીસે કાદર પાસેથી રૂ.22,800ની કિંમતનાં હથિયારો કબજે કર્યાં હતાં. તેની સઘન પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેને આ હથિયારો ઈકબાલભાઈ ઉર્ફે કાળુ ઉમેદભાઈ બબાણી અને યાસીનભાઈ ઉમેદભાઈ બબાણી (કાયલા ગામ)એ આપ્યાં હોવાનું કબૂલ્યું હતંુ, જેના આધારે પોલીસે કાળુ અને યાસીનની શોધખોળ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.