વિવાદ:રૂપિયાની લેવડદેવડ મામલે બિલ્ડર પર 2 લોકોનો હુમલો, નવરંગપુરામાં દરિયાપુરના બિલ્ડરની ફરિયાદ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • પત્ની હોસ્પિટલમાં હોવાથી તેમની સાથે હતા ત્યારે બહાર બોલાવી તીક્ષ્ણ હથિયારથી ઘા મારી ફરાર

નવરંગપુરામાં લેતીદેતી બાબતે દરિયાપુરના બિલ્ડર પર તેના મિત્ર સહિત 2 લોકોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી જીવલેણ હુમલો કર્યો છે. આ અંગે નવરંગપુરા પોલીસમાં વસીમ નામની વ્યક્તિ તથા અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ છે.

દરિયાપુરના રાણા પાર્કમાં રહેતા અને બિલ્ડરનો વ્યવસાય કરતા 45 વર્ષીય મોહંમદ આરીફ શેખની પત્ની શાહીનબાનુને નવંરગપુરા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. જ્યાં ડોક્ટરે તેમને દાખલ કર્યા હોવાથી મોહંમદ આરીફ અને તેમની દીકરી હોસ્પિટલમાં જ રોકાયાં હતાં. એ દિવસે સવારે 4.30 વાગ્યાના સુમારે મિત્ર વસીમનો ફોન આવ્યો હતો અને મોહંમદભાઈને મળવા હોસ્પિટલ ગયો હતો.

વસીમની સાથે તેનો એક મિત્ર પણ હતો. હોસ્પિટલમાંથી મોહંમદ આરીફ નીચે આવ્યા ત્યારે વસીમે લેતી-દેતી મુદ્દે ગાળાગાળી કરી હતી. મામલો વધારે વણસતાં વસીમના મિત્રે મોહંમદ આરીફને પકડી રાખ્યો હતો અને વસીમે મોહંમદ આરીફને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી ફરાર થઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...