• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • 2 Officers Of Bapunagar Bank Embezzled Rs 9 Lakh; Complaint Against Two, Including A Bank Manager, For Fraudulently Taking Loans In The Name Of Account Holders

ઠગાઈ:બાપુનગરની બેંકના 2 અધિકારીએ 9 લાખ ચાંઉ કર્યા; ખાતેદારોના નામે લોન લઈ છેતરતાં બેંક મેનેજર સહિત બે સામે ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​​​રિકરિંગ ખાતાધારકોના બાયોમેટ્રિક્સ મેળવી લોન લઈ લીધી

બાપુનગરમાં ભારત ફાઇનાન્સ ઇન્ડસઇન્ડ બેંકમાં લોન ઓફિસર અને બ્રાન્ચ મેનેજરે બેંકના રિકરિંગ ડિપોઝિટ કરન્ટ એકાઉન્ટધારકોને લોન આપવાનો વાયદો કરી તેમના બાયોમેટ્રિક લઈ બેંકની સિસ્ટમ ઠપ થઈ હોવાનું બહાનું કરી તેમના નામે લોન લઈને બેંક સાથે 9 લાખથી વધુ રકમની છેતરપિંડી કરતાં બેંકે બંને વિરુદ્ધ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ કરી છે.

બાપુનગરમાં આવેલી ભારત ફાઇનાન્સ ઇન્ડસઇન્ડ બેંકના બ્રાંચ મેનેજર મિત્તલકુમાર માછીએ ફરિયાદ નોંધાવી છે કે, તેમની બેંકમાં અગાઉ બ્રાંચ મેનેજર તરીકે કામ કરતા વિનોદ સોલંકી અને લોન ઓફિસર તરીકે કામ કરતા દિગ્વિજયસિંહ ઝાલાને બે મહિના પહેલા નોકરીમાંથી બરતરફ કરાયા છે. આ બંનેએ બેંકના નિયમોનુસાર રિકરિંગ ખાતેદારોને અપાતી લોનના નામે ખાતેદારોના બાયોમેટ્રિક લઈ તેમને બેંકની સિસ્ટમ ઠપ થઈ હોવાથી પછી લોનનાં નાણાં મળશે તેમ કહી બેંકમાંથી લોન મેળવીને પોતાના અંગત ફાયદા માટે રાખીને બેંકની સાથે અલગ અલગ ગ્રાહકોના મળીને કુલ રૂ.9.11 લાખ ઉપાડી છેતરપિંડી આચરી હતી. આ અંગે બાપુનગર પોલીસે વિનોદ સોલંકી અને દિગ્વિજયસિંહ ઝાલા વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે.

ખાતેદારોએ હપતા ન ભરતાં ભાંડો ફૂટ્યો
ભારત ફાઇનાન્સ ઇન્ડસઇન્ડ બેંકના સાત ખાતેદારોએ લાખો રૂપિયાની લોન લીધી હતી, જે પૈકી એક-બે ખાતેદારોએ હપતા ભર્યા હતા અને બાકીના લોકોએ હપતા ભર્યા ન હતા. આ બાબતે તપાસ કરતા બેંકકર્મી વિનોદ સોલંકી અને દિગ્વિજયસિંહ ઝાલાએ ભેગા મળી ખાતેદારોના અંગૂઠાની છાપ મેળવી લોન લઈ લીધી હોવાનું બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...