તપાસ:ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટમાં વધુ 2 આરોપીની ધરપકડ, ટોળકીએ 8 કરોડનું ડ્રગ્સ વેચ્યાનો ઘટસ્ફોટ

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 2 દિવસ પહેલાં પોલીસે બોપલમાંથી 1 કિલો 277 ગ્રામ ચરસ સાથે બે આરોપીની ધરપકડ કરી હતી

અમદાવાદ જિલ્લા પોલીસે તાજેતરમાં પકડી પાડેલા ઈન્ટરનેશનલ ડ્રગ્સ રેકેટમાં સામેલ વધુ 2 આરોપી વિપુલ ગોસ્વામી અને જીલ પરાતેની ધરપકડ કરી છે. આ બંને વંદિત પટેલને અમેરિકા અને કેનેડાથી વિદેશી ડ્રગ્સ મગાવી આપતા હતા અને ક્રિપ્ટો કરન્સીમાં પેમેન્ટ ચૂકવતા હતા. જો કે આ ટોળકીએ 2 જ વર્ષમાં 7થી 8 કરોડનું ડ્રગ્સ મગાવીને અમદાવાદ શહેર અને જિલ્લામાં વેચ્યું હોવાનો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં થયો છે.

અમદાવાદ જિલ્લા ડીએસપી વિરેન્દ્રસિંહ યાદવને ઈન્ટરનેશનલ ડ્રગ રેકેટની મળેલી બાતમીને આધારે બે દિવસ પહેલા જ બોપલમાંથી વંદિત પટેલ અને પાર્થ શર્માને કારમાંથી 1 કિલો 299 ગ્રામ નશીલા પદાર્થ સાથે ઝડપી લીધા હતા.

વંદિત 2019થી અમેરિકા અને કેનેડાના ડ્રગ માફિયા પાસેથી ડ્રગ્સ મગાવીને અમદાવાદ શહેર અને જિલ્લામાં યુવાનોને વેચતો હોવાનું કબૂલ્યુ હતું. જેમાં વંદિત દર મહિને 3થી 4 કિલો ડ્રગ્સ મગાવતો હતો, અત્યાર સુધીમાં તેણે 2થી 3 કરોડનું ડ્રગ્સ વેચ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે વંદિત સુધી ડ્રગ્સ પહોંચાડનાર અન્ય આરોપીઓના નામ ખુલતાં પોલીસે વિપુલ ગોસ્વામી (સેટેલાઈટ) અને જીલ પરાતે (થલતેજ)ને ઝડપી લીધા હતા. જ્યારે વંદિત અને પાર્થ 25 નવેમ્બર સુધી રિમાન્ડ પર છે.

લેપટોપ, મોબાઈલ FSLમાં મોકલાયા
વંદિત, પાર્થ, વિપુલ અને જીલ પાસેથી પોલીસે લેપટોપ, મોબાઈલ કબજે કર્યા છે. જેમાં તેઓ ડ્રગ્સ કેવી રીતે લાવતા અને કોને આપતા હતા તેની માહિતી મળી શકે તેમ છે. જેથી પોલીસે મોબાઈલ, લેપટોપ અને વંદિત પાસેથી મળી આવેલા 1 કિલો 299 ગ્રામ ડ્રગ્સના નમૂના પણ એફએસએલમાં મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે...