તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં કોરોના કાબૂમાં:શહેરમાં 2 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હટાવવામાં આવ્યા, હવે માત્ર એક જ કન્ટેનમેન્ટ ઝોન અમલમાં

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરમાં કોરોનાના કેસના ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં કુલ 3 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હતા. કોરોના સંક્રમણ ઘટવાને પગલે શહેરમાં આજે બે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનને દૂર કરવામાં આવ્યા છે. આમ શહેરમાં હવે માત્ર એક જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી છે.

શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 99 નવા કેસ અને 176 દર્દી સાજા થયા
શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 99 નવા કેસ અને 176 દર્દી સાજા થયા છે. જ્યારે શહેરમાં બે દર્દીના મોત થયા છે. 16 જાન્યુઆરીની સાંજથી 17 જાન્યુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 94 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 173 અને જિલ્લામાં 3 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 59,840 થયો છે. જ્યારે 55,164 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,279 થયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો