હવે શૈક્ષણિક કર્મચારીઓ મેદાને:જુની પેન્શન યોજના અને ગ્રેડ પે મુદ્દે સરકારી પ્રાથમિક સ્કૂલોના 2 લાખ શિક્ષક-કર્મચારીઓ એક સાથે રજા પર ઉતરશે

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યના સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો પડતર પ્રશ્નોને લઈને અનેક વખત રજુઆત કરી ચુક્યા છે. પરંતુ હજુ સુધી કોઈ નિવારણ ના આવતા હવે શિક્ષકો અને કર્મચારીઓ 17 સપ્ટેમ્બરે એક સાથે માસ સીએલ પર ઉતરશે. એક સાથે સ્કૂલના શિક્ષક અને કર્મચારીઓ માસ સીએલ પર ઉતરતા સ્કૂલ બંધ રહી શકે છે. જોકે હજુ શિક્ષકો અને કર્મચારીઓ સરકારના નિર્ણય રાહ જોઈ રહ્યાં છે. નિર્ણય નહીં લેવાય તો માસ સીએલ પર ઉતરશે.

30 સપ્ટેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર જઈ શકે
રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોના 2 લાખ શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જૂની પેન્શન યોજના, 4200 ગ્રેડ પે તથા સાતમા પગાર પંચ સહિતના મુદ્દાને લઈને સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.અગાઉ 3 સપ્ટેમ્બરે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. ત્યાર બાદ 11 સપ્ટેમ્બરે ઝોન કક્ષાએ રેલી કરીને કલેકટરને આવેદન આપ્યું હતું અને હવે 17 સપ્ટેમ્બરે માસ સીએલ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. તે છતાંય ઉકેલ ના આવે તો 22 સપ્ટેમ્બરે કાળી પટ્ટી ધારણ કરીને પેન ડાઉન કરવામાં આવશે. 30 સપ્ટેમ્બરથી શિક્ષકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી જશે.

સરકાર અન્ય કર્મચારીઓની માંગણી પુરી કરે છે
આ અંગે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના મહામંત્રી મનોજ પટેલે જણાવ્યું હતું કે અમે અનેક વખત રજૂઆત કરી વિશાળ સંખ્યામાં કલેકટર કચેરીએ જઈને આવેદન આપ્યું છતા અમારા પડતર પ્રશ્નોનો કોઈ ઉકલે લાવવામાં આવ્યો નથી. જેથી અમે હવે માસ સીએલ પર ઉતરીશું. સરકાર અન્ય કર્મચારીઓની માંગણી પુરી કરે છે તો અમારી માંગણી પણ વ્યાજબી છે જે પુરી કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...