તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતનું બજેટ:સરકારી કચેરીઓમાં 5 વર્ષમાં 2 લાખ, અન્ય ક્ષેત્રોમાં 20 લાખ નોકરીનો વાયદો

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાથી ઘરનું બજેટ બગડ્યું, આ બજેટથી બધું સારું થાય... ભગવાનને આ જ પ્રાર્થના છે. - Divya Bhaskar
કોરોનાથી ઘરનું બજેટ બગડ્યું, આ બજેટથી બધું સારું થાય... ભગવાનને આ જ પ્રાર્થના છે.
  • આરોગ્ય કરતાં શિક્ષણનું બજેટ ત્રણ ગણું, કેવડિયામાં કમલમ્ ઉગાડવા 15 કરોડ

ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કરતાં નાણામંત્રી નીતિન પટેલે 22 લાખ યુવાનોને નોકરી આપવાની જાહેરાત કરી હતી. આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ, બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા બે લાખ યુવાનોની ભરતી કરાશે. મેન્યુફેકચરિંગ, ફાર્મા, એનર્જી, એન્જિનિયરિંગ, ઈન્ફ્રાસ્ટ્રકચર, આઈટી, પ્રવાસન, હોસ્પિટાલિટી, ફૂડ પ્રોસેસિંગ, બેંકિંગ સર્વિસ સેકટર જેવા વિવિધ ક્ષેત્રોમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરાશે.

સગર્ભાઓ માટે 66 કરોડ, યુવાનોને ટેબલેટ, વૃદ્ધ પેન્શન માટે 1032 કરોડ
શું મળ્યું?:
95 હજાર નિરાધાર વૃદ્ધોને પેન્શન આપવા માટે રૂ. 1032 કરોડની જોગવાઈ. દિવ્યાંગ વ્યક્તિઓને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે સક્ષમ કરવા માટે રૂ. 7 કરોડની જોગવાઇ.
કુટુંબ સહાય યોજના માટે રૂ. 19 કરોડ, સમૂહ લગ્ન સહાયના રૂ. 10 કરોડ આંબેડકર અને પંડિત દીનદયાલ આવાસ યોજના હેઠળ રૂ. 159 કરોડ
ફાયદો શું? પરિવારમાં અશક્ત, વડીલ, મહિલાઓ, બાળકો તમામ આવી જાય છે. મહિલાઓ, બાળકો માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. નિરાધાર વૃદ્ધોને પેન્શન માટે રૂ. 1031ની જોગવાઇ કરાઇ છે.

108 એમ્બ્યુલન્સ સર્વિસમાં 30 કરોડના ખર્ચે નવી 150 વાન
શું મળ્યું?:
પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના, મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવા રૂ. 1106 કરોડની જોગવાઇ
એક રસીકરણ સેલ, 9 જિલ્લામાં મેડિકલ વેક્સિન સ્ટોર માટે રૂ. 3 કરોડ 20 સિવિલ હોસ્પિટલ ખાતે ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે
ફાયદો શું?: 108નો ફાયદો જો સૌથી વધારે મળ્યો હોય તો તે રાજ્યના અંતરિયાળ વિસ્તારોને છે. શહેરોમાં તો તેની સુવિધા વખણાય જ છે પણ હવે વધુ વાન ઉમેરાતાં સેવાનો વધુ લાભ મળશે.

11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓને એસ.ટી.માં ફ્રી પાસ માટે 205 કરોડ
શું મળ્યું?:
શાળાથી 1 કિમી દૂર રહેતા બાળકોની વાહનવ્યવહારની સુવિધા માટે રૂ. 60 કરોડ જ્યારે પીએચડી ડિગ્રી માટે સંશોધન કરતા વિદ્યાર્થીઓ માટે રૂ. 20 કરોડની જોગવાઈ છે.
કોલેજના પ્રથમ વર્ષમાં ભણતા 3 લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. 200 કરોડ
માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પુસ્તકો માટે રૂ. 65 કરોડ
ફાયદો શું? વિદ્યાર્થીઓને ફ્રીમાં કન્સેશન પાસ મળશે અને માધ્યમિક- ઉચ્ચ્તર માધ્યમિક વિદ્યાર્થીઓને મફત પુસ્તકો મળતાં પરિવારને બચત થશે. ટેબ્લેટથી ઓનલાઇન શિક્ષણમાં લાભ થશે.

સરકારી અને ખાનગીમાં મળી 22 લાખ નોકરીની તકો, પોલીસમાં જગ્યા ભરાશે
શું મળ્યું?
ગૃહ વિભાગમાં વિવિધ 3020 નવી જગ્યાઓ ઉભી કરાશે. જેમાં એસીબીમાં 199, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ માટે 147, રાજકોટ ટ્રાફિક માટે 184, સાઈબર સુરક્ષા માટે 112 નવી જગ્યાઓ ભરાશે
આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓમાં બે લાખ યુવાનોની ભરતી કરાશે.
આગામી પાચ વર્ષમાં ખાનગી ક્ષેત્રોમાં 20 લાખ રોજગારીની તકો ઊભી કરાશે.
ફાયદો શું? રોજગારી ગુજરાત માટે બહુ મહત્વનો મુદ્દો છે. વારંવાર રોજગારી અને ભરતીઓ માટે યુવાનો દ્વારા આંદોલન કરાય છે. જોકે, ભરતીઓ સમયસર થાય એ પણ મહત્ત્વની બાબત છે.

ગુજરાતમાં બે મેગા ટેક્સટાઇલ પાર્કની સ્થાપના કરવામાં આવશે
શું મળ્યું?
ટેક્સટાઇલ પોલિસી અંતર્ગત આવતા ઉદ્યોગોને સહાય માટે રૂ. 1500 કરોડ. લઘુ, નાના અને મધ્યમ કદના એકમોની વિવિધ પ્રોત્સાહન યોજનાઓ માટે રૂ. 1500 કરોડ.
નાના ધંધા રોજગાર કરતા આર્થિક રીતે નબળા વર્ગ માટે રૂ. 48 કરોડ
કુટિર અને ગ્રામોદ્યોગ દ્વારા સ્વરોજગારી માટે રૂપિયા 578 કરોડ
ફાયદો શું? રાજ્યમાં વિદેશી રોકાણ આખા દેશમાં સૌથી વધારે આવ્યું છે. વ્યવસાયકારોને પણ વિવિધ પ્રોત્સાહન યોજનાઓથી ફાયદો થશે. મહિલા ઇનોવેટર્સને ખાસ મહત્વ અપાયું છે.

વીજબિલમાં સબસિડી માટે 8411 કરોડ, નવા જોડાણોને 400 કરોડ
શું મળ્યું?
ધિરાણ ઉપર સમય મર્યાદામાં પાક ધીરાણ ભરપાઇ કરતાં ખેડૂતોને વધારાની વ્યાજ રાહત આપી શૂન્ય ટકા વ્યાજની પાક ધિરાણ યોજના માટે રૂ. 1000 કરોડ, 4 લાખ ખેડૂતોને બિયારણ, અનાજ સંગ્રહ માટે ડ્રમ, પ્લાસ્ટિકના બે ટોકર મફત રોગ-જીવાતના નિયંત્રણ માટે 10 જિલ્લામાં પ્રાયોગિક મોબાઈલ ક્રોપ ક્લિનિક
ફાયદો શું? વીજબિલમાં સબસિડી અને નવા કૃષિ વીજ જોડાણ એ કિસાનો માટે બહુ લાભ કરાવતી બાબત છે. રાતને બદલે દિવસે ખેતી માટે પાણી આપવાની યોજના પણ ચાલી રહી છે.

41 શહેરોમાં 6 હજાર CCTV અને 100 નવી PCR વાન આવશે
શું મળ્યું?
વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ 41 શહેરોમાં 6 હજારથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. એ માટે રૂ. 90 કરોડ અને ઇ-ગુજકોપ પ્રોજેક્ટ માટે રૂ. 36 કરોડની જોગવાઇ.
પેટ્રોલિંગ વધારવા માટે વધુ નવા 876 વાહનો રૂ. 50 કરોડના ખર્ચે ખરીદાશે
100 નવીન પીસીઆર વાન ખરીદવા માટે રૂ. 10 કરોડની જોગવાઇ
ફાયદો શું? હાલના સમયની તાતી જરૂરિયાત
એટલે સીસીટીવી છે. સીસીટીવીથી અનેક ગંભીર ગુનાઓ પણ ઉકેલાયા છે. મહિલાઓ અને બાળકોની સુરક્ષામાં વધારો થશે.

અન્ય સમાચારો પણ છે...