પંચાયત સેવા પસંદગી મંડળની તલાટીની પરીક્ષા 30 એપ્રિલે લેવાની જાહેરાત કરી છે. જે સ્કૂલોમાં પરીક્ષા લેવાની છે તે તમામ સ્કૂલોને શહેર ડીઈઓએ બિલ્ડિંગ અન્ય કોઈને ન આપવાની સૂચના આપી છે. અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં બે લાખ જેટલા ઉમેદવાર તલાટીની પરીક્ષા આપશે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ હશે.
અમદાવાદ શહેર અને ગ્રામ્યની સ્કૂલોની સંખ્યા મગાવીને બિલ્ડિંગો નક્કી કરાઈ રહ્યાં છે. આવનારા સમયમાં આ વ્યવસ્થાને અંતિમ ઓપ અપાશે. અમદાવાદમાં 574 સ્કૂલમાં અંદાજે 2 લાખ ઉમેદવાર પરીક્ષા આપશે. શહેરમાં ગ્રાન્ટેડ, સરકારી, ખાનગી સ્કૂલો ઉપરાંત કોર્પોરેશનની સ્કૂલોને પણ પહેલી વાર જાહેર પરીક્ષા માટે જોડવામાં આવી છે.
3 વર્ગખંડ ધરાવતી સ્કૂલ ગણતરીમાં લેવાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં ત્રણ વર્ગખંડો ધરાવતી તમામ સ્કૂલોને ધ્યાને લેવામાં આવી છે. શહેરની સ્કૂલો ઉપરાંત તાલુકા અને મોટાં ગામડાંની સ્કૂલોમાં પણ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવશે, પરંતુ ઉમેદવારોની સુવિધા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ધરાવતા ગામડાંની પહેલી પ્રાથમિકતા અપાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.