બૂકફેર:પુસ્તક મેળામાં 2 લાખ પુસ્તકોને 4 દિવસમાં મળ્યા 2 હજાર મુલાકાતી

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માધુરિકા હોલમાં પુસ્તક પ્રદર્શનનું આયોજન થયું હતું

શહેરના પુસ્તક પ્રેમીઓ માટે શરૂ થયેલા બૂકફેરમાં બે દિવસમાં 2 હજાર જેટલા મુલાકાતીઓએ લાભ લીધો છે. આ બુક ફેરમાં લેખકોના હજારો વિષયો પર 2 લાખથી વધુ પુસ્તકો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. તેમાં સાહિત્યકારો, વિદ્યાર્થીઓ અને વાંચનના શોખીન લોકો ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટી વિસ્તારમાં વસંત વિહાર સ્થિત માધુરિકા હોલમાં 14 માર્ચ સુધી આ બૂકફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

બૂકફેર અંગે વાત કરતાં કિતાબ લવર્સનાં હરપ્રીતસિંહ ચાવલાએ કહ્યું કે, ‘આજે ડિજિટલ વર્લ્ડમાં પુસ્તકો અને સાહિત્યથી દૂર રહેનારા યુવાનોને પુસ્તકનું મહત્વ જણાવવાનો પ્રદર્શનનો હેતુ છે. આજે પણ પુસ્તકને ટચ કરીને વાંચવાથી આનંદની અનુભૂતિ થાય છે. સંસ્થાએ અત્યાર સુધીમાં દેશભરમાં 16થી વધુ પ્રદર્શનો સ્થાપિત કર્યા છે.

આ પ્લેટફોર્મ પર લેખકોનાં 2 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. જેમાં સાહિત્ય, અને કવિતાઓનો પુસ્તક સાથે જીવનચરિત્ર, ગુના, જ્યોતિષવિદ્યા, રાજકીય દૃશ્યો, આંતરરાષ્ટ્રીય બાબતો, રસોઈકળા, ડિક્શનરી, ફોટોગ્રાફી, વાઈલ્ડલાઈફ,ઇનસાયક્લોપીડિયા, કાલ્પનિક, ધર્મ અને વિજ્ઞાનના પુસ્તકોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...