તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાવાઈરસ:સોલા સિવિલમાં નર્સ સહિત 2 અને કેન્સર હોસ્પિટલમાં વધુ એક પોઝિટિવ

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેન્સર હોસ્પિટલના સ્ટાફમાં કુલ 64ને કોરોના
 • કોરોનાની સારવાર કરતી હોસ્પિટલોમાં ચેપ ફેલાયો

શહેરનાં વિવિધ વિસ્તારોમાં ઉપરાંત હવે કોરોનાની સારવાર કરતી હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાના સંક્રમણમાં સપડાયા છે. સિવિલ, એલજી અને કેન્સર હોસ્પિટલ બાદ હવે સોલા સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ કોરોનાની લપેટમાં આવ્યો છે. રવિવારે સોલા સિવિલમાં 1 નર્સ અને 1 બ્રધર સહિત 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમજ સિવિલ કેમ્પસની કેન્સર હોસ્પિટલમાં વધુ 1 નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલમાં 64 પર પહોંચ્યો છે.   સોલા સિવિલ હોસ્પિટલના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, સોલા સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી 1 નર્સ અને 1 બ્રધર સહિત બે લોકોનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. તેમજ હાલમાં હોસ્પિટલનાં આઇસોલેશન વોર્ડમાં કુલ 202 દર્દી દાખલ છે, જેમાંથી 144 પોઝિટિવ દર્દી છે. જ્યારે કેન્સર હોસ્પિટલમાં શનિવારે વધુ ત્રણનાં રિપોર્ટ પોઝિટિવ આવ્યાં બાદ રવિવારે વધુ એક નર્સનો રિપોર્ટ પોઝિટિવ આવતાં કેન્સર હોસ્પિટલમાં પોઝિટિવ કેસનો આંકડો 64 થયો છે.  જો કે, હોસ્પિટલ સ્ટાફનાં ડોક્ટર, ટેક્નિશિયન, ઓપરેટર, નર્સ અને સર્વન્ટ સહિત એક પછી એક 64 લોકો કોરોનાની લપેટમાં આવવાં છતાં હોસ્પિટલતંત્ર દ્વારા કોરોનાથી રક્ષણ માટેનાં કોઇ નક્કર પગલા લેવાતા ન હોવાનું હોસ્પિટલ સ્ટાફ જણાવી રહ્યો છે. સોલા સિવિલમાં એઆરટી સેન્ટર ચાલે છે જ્યાં એચઆઈવીના દર્દીઓ દવા લેવા આવતા હોય છે. આવા સમયે તેમને પણ ચેપ લાગવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો