IPSનાં પ્રમોશન:અનુપમસિંહ ગેહલોત સહિત 2 IGને ADGP અને અમદાવાદના સેક્ટર-2ના ગૌતમ પરમાર સહિત 3ને IG બનાવાયાં

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનુપમસિંહ ગેહલોત - Divya Bhaskar
અનુપમસિંહ ગેહલોત
  • રાજકોટ રેન્જ તરીકે સંદીપ સિંગને IG, ડી એચ પરમારને IGP તરીકે પ્રમોશન
  • વિરેન્દ્ર યાદવ,વિધિ ચૌધરી અને વિશાલ વાઘેલાને અપગ્રેડ કરાયા

ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીઓને આજે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ સેક્ટર 2નાં ગૌતમ પરમાર સહિત 3 DIGને IG તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે. જ્યારે અનુપમસિંહ ગેહલોત સહિત 2 બે IGને ADGP તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે.

અમદાવાદ શહેરના સેક્ટર 2 ગૌતમ પરમાર, રાજકોટ રેન્જ તરીકે સંદીપ સિંગને IG, જ્યારે ડી એચ પરમારને IGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. આ બધાની સાથે અનુપમસિંહ ગેહલોત અને ખુરશીદ અહેમદને ADGP તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે.

બીજી તરફ વિરેન્દ્ર યાદવ,વિધિ ચૌધરી અને વિશાલ વાઘેલાને અપગ્રેડ કરવામાં આવ્યા છે. હાલ આ તમામને પ્રમોશન આપ્યા બાદ આગળના સમયમાં હજી બદલી બઢતી આવી શકે છે તેવી ચર્ચા પોલીસબેડામાં થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...