લોકડાઉન 4:થલતેજમાં 2 હાઈફાઈ સ્પા પર દરોડા, 20 લોકોની ધરપકડ, સ્પામાં હોટેલ જેવા રૂમ અને સ્વિમિંગ પૂલ બનાવાયા હતા

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહક , મેનેજર સહિત સ્ટાફ સામે ફરિયાદ - Divya Bhaskar
ગ્રાહક , મેનેજર સહિત સ્ટાફ સામે ફરિયાદ
  • મંજૂરી વગર શેશા અને એસેન્સ સ્પા શરૂ કરનાર માલિક ફરાર

થલતેજમાં આવેલા અત્યંત વૈભવી શેશા સ્પા અને એસેન્સ સ્પામાં સોલા હાઈકોર્ટ પોલીસે દરોડો પાડીને યુવતીઓ, ગ્રાહકો તેમજ સ્ટાફ મેમ્બર મળીને 20 જણાંને ઝડપી લીધા હતા. મહત્વની વાત તો એ છે શેશા સ્પાની અંદર તો ગ્રાહકો માટે હોટલના રૂમ જેવા વૈભવી રૂમ તેમજ સ્વિમિંગ પૂલ પણ બનાવવામાં આવ્યો હતો. હાલમાં લૉકડાઉન હોવા છતાં મંજૂરી વગર આ બંને સ્પા શરૂ થઇ ગયા હોવાથી પોલીસે સોલા હાઇકોર્ટ પોલીસે બાતમીના આધારે દરોડો  પાડી કુલ 20 લોકો સામે ફરિયાદ નોંધી તમામની ધરપકડ કરી હતી.

આ વિશે વાત કરતા સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજાએ જણાવ્યું હતંુ કે, થલતેજ એક્રોપોલિશ મોલથી થોડે અંદર ગામ તરફ જતા રોડ ઉપર આવેલુ શેશા સ્પા લૉકડાઉન છતાં મંજૂરી વગર શરૂ થઇ ગયુ હતું. આ માહિતીના આધારે શનિવારે સમી સાંજે અમારી ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે દરોડો પાડયો ત્યારે ત્યાં કામ કરતી 5 છોકરી, 4 ગ્રાહક, મેનેજર અને અન્ય સ્ટાફ મેમ્બરો મળીને 15 જણાં મળી આવ્યા હતા. જ્યારે સ્પાની અંદર સ્વિમિંગ પૂલ તેમજ હોટલના રૂમ જેવા વૈભવી રૂમો બનાવવામાં આવ્યા હતા.

જોકે આ દરોડા દરમિયાન સ્પાના માલિક પ્રશાંત સોની ત્યાં હાજર ન હતા. જ્યારે આ સ્પા ચલાવવા માટે મંજૂરી નહીં હોવાથી સોલા હાઇકોર્ટે પોલીસે ગુનો નોંધી તમામની ધરપકડ કરી હતી. તો આ તરફ અન્ય એક સ્થળે પર સોલા હાઇકોર્ટ પોલીસે દરોડો પાડ્યો હતો. થલતેજ ટાઈમ્સ સ્કવેર બિલ્ડિંગમાં આવેલા પાર્થ સિંહ વાઘેલા અને અંકિત યાદવના એસેન્સ સ્પામાં પણ સોલા હાઈકોર્ટ પોલીસે દરોડો પાડયો હતો. જોકે ત્યાંથી પણ 2 છોકરી, 2 ગ્રાહક અને મેનેજર મળીને 5 જણાં પકડાયા હતા. પોલીસે આ અંગે ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી હતી. જોકે એસેન્સ સ્પાના પણ બંને માલિક હાજર નહીં હોવાથી પોલીસે તેમને પકડવા તજવીજ શરૂ કરી છે. 

દરોડો પાડ્યો ત્યારે યુવતીઓ ગ્રાહકોને મસાજ કરતી હતી
શેશા સ્પા અને એસેન્સ સ્પામાં જ્યારે પોલીસે દરોડો પાડયો ત્યારે ત્યાં કુલ 7 ગ્રાહક મળી આવ્યા હતા. તે તમામ ગ્રાહકો છોકરીઓ સાથે મસાજ કરાવી રહ્યા હતા. જ્યારે કેટલાક ગ્રાહક તો સ્વિમિંગ પૂલમાં ન્હાવાની મજા માણી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...