અમદાવાદમાં મિત્રોનો વેપારી પર હુમલો:ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવાનો ઈન્કાર કરતાં 2 મિત્રે વેપારીને છરીના ઘા માર્યા, શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્નીએ ‘પતિ બીમાર હોઈ પાર્ટીમાં નહીં આવે’ તેવું કહેતા મારામારી કરી હતી

મિત્રતા લોહીના સંબંધ કરતા પણ વધુ મહત્વની કહેવાય છે, પરંતુ કેટલાક મિત્રતામાં લોહી વહેવડાવામાં પણ વાર કરતા નથી. આવું જ કંઈક શહેરના અસારવાના વેપારી સાથે બન્યું. જેમાં ગત રવિવારે તેમના બે મિત્રો ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવા માટે તેને ઘરે બોલાવવા આવ્યા હતા. જો કે મિત્રની તબિયત સારી ન હોઈ, તેમની પત્નીએ પતિ બીમાર હોઈ પાર્ટીમાં નહીં આવે તેમ કહેતા બંને મિત્રોએ ઉશ્કેરાઇને મિત્રની પત્ની સાથે બોલાચાલી-ધોલધપાટ કરી, મિત્ર પર છરીથી હુમલો કરતાં ઘાયલ વેપારીએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બંને મિત્રો સામે ફરિયાદ નોંધાવી છે.

અસારવામાં રહેતા અને નવરંગપુરામાં દુકાન ધરાવતા કબીર પટેલ ગત રવિવારે બીમાર હોઇ, ઘેર આરામ કરતા હતા. ત્યારે તેમના મિત્રો શિવા દરબાર અને કુલદીપ ભૈયાએ કબીરના ઘેર આવી કબીરની પત્નીને પૂછ્યું કે, કબીર ક્યાં છે? અમારે ફ્રેન્ડશીપ ડેની પાર્ટીમાં જવાનું છે. જેથી કબીરની પત્ની નિરમાએ પતિ બિમાર હોવાથી પાર્ટીમાં નહીં આવી શકે તેમ કહેતાં શિવ દરબાર અને કુલદીપ ભૈયાએ ઉશ્કેરાઈને નિરમા સાથે ઝઘડો-ગાળાગાળી કરી લાફો મારતાં, કબીરે કુલદીપ અને શિવાને શાંત રહેવાનું કહેતાં બંનેેએ ઉશ્કેરાઈને કબીરને ઢોર માર, છરીનો ઘા મારી ફરાર થઈ ગયા હતા.

દરમિયાન ઈજાગ્રસ્ત કબીરકુમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બીજી બાજુ શાહીબાગ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. બાદમાં કબીરે તેના મિત્ર કુલદીપ અને શિવ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...