તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કર્મચારી જ ચોર:દુકાનમાંથી 29 લાખનાં બ્લૂટૂથ, સ્માર્ટ વોચ, ચાર્જર ચોરનારા 2 કર્મી પકડાયા

અમદાવાદ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રિલીફ રોડ મંગલમૂર્તિ કોમ્પ્લેક્સની ઘટના

રિલીફ રોડ પર મંગલમૂર્તિ કોમ્પલેક્સમાં 2 ભાઈઓની 2 દુકાનમાં વર્ષોથી નોકરી કરતા બે કર્મચારીઓએ પોણા બે વર્ષમાં રૂ.29.60 લાખની કિંમતના સ્માર્ટ વોચ, બ્લુટૂથ, ચાર્જર, યુએસબી સહિતની એસેસરીઝની ચોરી કરી વેચી દીધા હતા. જોકે બંનેનો ભાંડો ફૂટી જતા વેપારીએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા બંને કર્મચારીની ધરપકડ કરવામાં આવી હતી.

નવરંગપુરામાં સમીક્ષા એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્ર મોહનભાઈ કિપલાની રિલીફ રોડ પર મંગલમૂર્તિ કોમ્પલેક્સમાં રશિયન કવર હાઉસ નામથી મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવે છે. જ્યારે આ જ કોમ્પ્લેક્સમાં તેમની બીજી દુકાન રાજ કવર હાઉસ પણ છે, જે જીતેન્દ્રના મોટા ભાઈ અવિનાશ સંભાળે છે. રશિયન કવરમાં 10 વર્ષથી ધીરેન ઉર્ફે માંગો રશ્મિકાંત ચૌહાણ(રહે.શકિતનગર સોસાયટી, વટવા) જ્યારે રાજ કવરમાં 12 વર્ષથી વિનય ચૌહાણ(રહે.ગણેશ પાર્ક, ઈસનપુર) નોકરી કરતા હતા. ગત 2 ફેબ્રુઆરીએ ધીરેન વેપારીઓને માલની ડિલિવરી કરવા ગયો હતો. જ્યારે બીજા કર્મચારી ફેનીલને જીતેન્દ્રભાઈએ પેમેન્ટ લેવા મોકલતા ખબર પડી કે ધીરેને માલ આપ્યો જ ન હતો.

જેથી શંકા જતા જીતેન્દ્ર અને અવિનાશે દુકાનના સીસીટીવી ચેક કરતા જાણ થઈ કે ધીરેન અને વિનય જૂન 2019થી 1500 સ્માર્ટ વોચ, 1400 બ્લુટૂથ, 10 હજાર ટફન ગ્લાસ અને હેન્ડસ ફ્રી અને મોબાઈલ ચાર્જર મળીને કુલ રૂ.29.60 લાખની એસેસરીઝની ચોરી કરી હતી. આ અંગે બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતા તે બંનેએ ચોરી કરેલી એસેસરીઝ ગાંધીનગરની જય અંબે મોબાઈલ શોપ, એસ.ટી. કટલરી તેમજ અમદાવાદમાં વી.એમ.મોબાઈલ(દાણીલીમડા) ના માલિકોને વેચી હોવાનું કબૂલ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો