કાર્યવાહી:75 લાખના લાંચ કેસમાં EDના 2 અધિકારીને 4 દિવસના રિમાન્ડ, કપડવંજના વેપારી પાસે લાંચ માગી હતી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપીઓની તસવીર - Divya Bhaskar
આરોપીઓની તસવીર
  • અન્ય લોકોની સંડોવણીની પણ તપાસ થશે

કપડવંજના વેપારી પાસેથી 75 લાખની લાંચ માગવાના કેસમાં ઝડપાયેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના ડેપ્યુટી ડિરેક્ટર પૂર્ણકામસિંહ અને આસિ. ડિરેક્ટર ભુવનેશકુમારને સીબીઆઈ જજ વી. આર. રાવલે 4 દિવસના રિમાન્ડનો આદેશ કર્યો છે.

વેપારી પરેશ પટેલ વિરુદ્ધ બેંક ઓફ બરોડામાં 104 કરોડ નહીં ભરવા બદલ સીબીઆઈએ કેસ કરેલો છે. આ કેસ બાબતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પણ પીએમએલ કાયદા હેઠળ તપાસ કરી રહી હતી, જેમાં ઇડીના આ બે અધિકારીઓએ પરેશ પટેલ અને તેમના પુત્રો હાર્દિક અને જિગરના સમન્સ કાઢી પૂછપરછ કરી હતી, જેમાં ઇડીના અધિકારીઓએ પરેશ પટેલ પાસે 75 લાખની લાંચની માગણી કરી હતી, જેમાં રૂ.5 લાખ આંગડિયા મારફતે દિલ્હી મોકલાવ્યા હતા. આ કેસમાં પરેશ પટેલે સીબીઆઈને જાણ કરી હતી. આથી સીબીઆઈએ લાંચ કેસમાં પૂર્ણકામ અને ભુવનેશની ધરપકડ હતી. અમદાવાદ સીબીઆઇએ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...