દારૂ ઝડપાયો:ઓગણજ ટોલટેક્સ પાસે કારમાં દારૂની 48 બોટલ સાથે 2 ઝડપાયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

એસ.પી.રિંગ રોડ પર ઓગણજ ટોલ ટેક્સ પાસેથી કારમાં રૂ.70 હજારની કિંમતની 48 વિદેશી દારૂની બોટલ લઇને આવતા 2 આરોપીને સોલા હાઇકોર્ટ પોલીસે ઝડપ્યા છે. સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ એસ.પી.રિંગરોડ પર પેટ્રોલિંંગ કરી રહ્યો હતો. ત્યારે બાતમીના આધારે ઓગણજ ટોલ ટેક્સ પાસે વોચમાં ગોઠવી સફેદ કલરની કારને પોલીસે ઊભી રાખી હતી.

કારમાં બેઠેલા કિશનદાસ વૈષ્ણવ અને રવિન્દ્રસિંહ દેવડાને નીચે ઉચારી તપાસ કરતા રૂ.70 હજારની કિંમતની 48 વિદેશી દારૂની બોટલો મળી હતી. પોલીસે દારૂનો જથ્થો અને કાર કબજે લઇ બન્ને આરોપીની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...