તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખોખરામાં રેશનિંગની દુકાનના માલિકને ધંધો કરવો હોય તો પૈસા આપો નહીંતર મુશ્કેલીમાં મુકાશો તેવી ધમકી તોડ કરતાં એક મહિલા સહિત ત્રણ બોગસ પત્રકારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ છે. બેની ધરપકડ કરાઈ છે.
રામોલમાં રહેતા અને ખોખરા હરીપુરમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા જોગેન્દ્રસિંગ રામબહાદુર ચૌહાણની દુકાને શનિવારે એક મહિલા અને બે પુરુષો આવ્યા હતા, તેમણે પોતાની ઓળખ પત્રકારો તરીકે આપી હતી. જેમાંથી એક પુરુષે કહ્યું હતું કે, દિવાળીના પૈસા બાકી છે, પાંચ હજાર લેવાના છે. દુકાન માલિકે કહ્યું, મારી પાસે પૈસા નથી, હું કોઇ ખોટું કામ કરતો નથી તમને પૈસા શા માટે આપુ. ત્યારે ત્રણે ધમકી આપી કહ્યું, તમારે ધંધો કરવાનો છે એટલે પૈસા આપવા પડશે નહીં તો મુશ્કેલમાં મુકાશો. બોલાચાલી થતાં આરોપીઓ જતા રહ્યા હતા. તેમણે વેપારીને ચેતવણી આપતા કહ્યું હતું કે, તમારી પાસે પૈસા નથી તો અમે કાલે આવીશું. થોડીવાર બાદ દુકાન માલિક પર ફોન આવ્યો હતો, જેમાં પ્રેસવાળા રવિ ભાઇ બોલું છું તેમ કહી ફરી પૈસાની માંગણી કરી હતી.
આ અંગે વેપારીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, રવિભાઈ, અંકિતા બેન તેમજ શૈલેષભાઈએ ખોટી રીતે બળજબરી કરી પાંચ હજાર કઢાવી લેવાની કોશિશ કરી હતી. આ અંગે ખોખરા પોલીસે ગુનો દાખલ કરીને પૈસા લેવા આવેલા બે વ્યકિત રવિભાઈ હર્ષદભાઈ પરમાર( રહે.સાબરનગર, જુનાવાડજ) અને અંકિતાબેન પ્રવિણભાઈ ગોહીલ ( રહે. ગોકુલનગર, સુપર હાઈસ્કુલ પાછળ, ઓઢવ)ની ધરપકડ કરી હતી. જયારે અન્ય આરોપી શૈલેષભાઈ બોડાણા (રહે. સાબરનગર, જુનાવાડજ)ની શોધખોળ હાથ ધરી છે.
બોગસ પત્રકારોની સામે પગલા જરૂરી
શહેરના કેટલાય વિસ્તારોમાં બોગસ પત્રકારો વેપારીઓને ધમકાવીને પૈસા પડાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેમાંય અમુક કહેવાતા પત્રકારો પત્રકારત્વને ધંધો બનાવી અસામાજિક તત્વોનો સાથ લઈને લોકોને હેરાન કરી ખંડણી ઉધરાવવાની પણ કામગીરી કરી રહ્યા હોવાની બૂમો ઉઠી છે.
પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.