દારૂ બિયર જપ્ત:અમદાવાદના સરદારનગરમાંથી દારૂ-બિયરની 1500 બોટલ સાથે 2ની ધરપકડ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 2 ગાડી સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત

સરદારનગર સિંધી ચિકનની સામે ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે ક્રાઇમબ્રાંચની ટીમે દરોડો પાડ્યો હતો. દરમિયાનમાં ત્યાંથી બે ગાડી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા તે બંને ગાડીમાંથી વિદેશી દારૂની 1220 બોટલ અને બિયરના 280 ટિન સાથે દિલીપ મનુભાઈ જેઠવાણી અને મુકેશ મોરંદાણીને પોલીસે ઝડપી લીધા હતા. તે બન્નેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, સરદારનગરનો બુટલેગર કમલેશ ઉર્ફે જીમી નાવાણી તેની ગાડીમાં દારૂનો ઉપરોક્ત જથ્થો આપી ગયો હતો.

પોલીસે દારૂ તેમ જ ગાડી મળીને કુલ રૂપિયા 5.70 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે દારૂ મોકલનાર કમલેશ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે, જ્યારે દિલીપ અને મુકેશ પાસેથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. જેમાં તેમની પાસેથી દારૂ લેવા આવનારા કેટલાક બુટલેગરોના નામ અને નંબર પણ પોલીસને મળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...