કાર્યવાહી:મોબાઈલ એપથી શેરબજારમાં ડબા ટ્રેડિંગ કરતા 2ની ધરપકડ, સાબરમતીના બે જાહેર સ્થળેથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા હતા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રાહકો વતી સોદા કરીને દર અઠવાડિય હિસાબ થતો હતો

સાબરમતી વિસ્તારમાંથી ભારત સરકારના સેબી દ્રારા અધિકૃત સ્ટોક એકસચેન્જના માન્ય સભ્ય કે એજન્ટ ન હોવા છતાં મોબાઈલ એપ્લિકેશન મારફતે ગેરકાયદેસર રીતે શેરબજારનંુ ડબ્બા ટ્રેડિંગ કરનારા બે વ્યકિતની સાયબર ક્રાઈમની ટીમે ધરપકડ કરી હતી.

સાયબર ક્રાઈમ પોલીસને બાતમી મળી હતી કે, સાબરમતી ડી કેબિન પાસે શ્રીજી ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં રહેતો અંકિત સંઘવી તેના ઘરની આજુબાજુના વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ જાહેરમાં બેસીને તેની પાસે રહેલા મોબાઈલ ફોનમાં ઓનલાઈન એપ્લિકેશનો ઉપયોગ કરીને બીજાઓ સાથે મળી પોતે ભારત સરકારના સેબી દ્વારા અધિકૃત કરેલા કોઈપણ સ્ટોક એકસચેન્જનો માન્ય સભ્ય કે એજન્ટ નહિ હોવા છતાં ગેરકાયદેસર રીતે શેરબજારનું ડબ્બા ટ્રેડિંગનું કામ કરી રહ્યો છે.

બાતમીના પગલે પોલીસટીમે સ્થળ પર જઈને તપાસ કરતા સ્થળ પરથી અંકિત સંઘવી ગ્રાઉન્ડ ફલોર પર આવેલા પાર્કિંગમાં બાંકડા પર બેસી પોતાની પાસેના મોબાઈલ ફોનમાં એપ્લિકેશનથી લાઈવ ચાલતા શેરના ભાવતાલ જોઈને કોઈ પ્રવૃત્તિ કરતો મળી આવ્યો હતો. આ મામલે પોલીસે અંકિત જુહારમલ સંઘવી(ઉ.42 રહે. શ્રીજી ક્રિષ્ના એપાર્ટમેન્ટ, ડી કેબિન સાબરમતી) ની ધરપકડ કરી હતી.

​​​​​​​પોલીસે અંકિત સંઘવીની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે, તે છેલ્લા આઠ મહિનાથી આ કામ કરે છે અને આ કામ કરવા માટે તેને મુકેશ ઉર્ફે પિન્ટુ ઠકકર તથા તેના પાર્ટનર જીતુભાઈએ મેટા ટ્રેડર-5 નામની મોબાઈલ એપ્લિકેશન તેના નામના તથા તેમજ બીજાના બનાવટી નામની આઈડીઓના યુઝર આઈડી પાસવર્ડ સાથે આપ્યા હતા. જે આઈડીઓનો ઉપયોગ કરીને પિન્ટુ તથા જીતુભાઈએ જે ગ્રાહકોનો સંપર્ક કરાવી આપ્યો હતો તે ગ્રાહકોને શેર લેવા કે વેચવા માટે તે આ સોદા એપ્લિકેશનમાં નોંધતો હતો અને એક અઠવાડિયાના અંતે જે પણ શેરબજારના સોદાથી નફા-નુકસાન થયું હોય તો તેના હિસાબનો રોકડેથી વ્યવહાર કરતાે હતાે.

આરોપીઓ ટેક્સની ચોરી કરતા હતા
સામાન્ય રીતે કોઈપણ શેરની લે વેચ કરવામાં આવે અને જો તેના વ્યવહાર રોકડમાં કરવામાં આવે તો સેબીની ગાઈડલાઈન મુજબ કાયદેસર રીતે તેની નોંધ કરી ટેક્સની ચૂકવણી કરવાની રહે છે. જો કે આરોપીઓ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ કરીને સરકારને ચૂકવવાના થતા ટેક્સની ચોરી કરતા હતા.

અન્ય સમાચારો પણ છે...