કાર્યવાહી:ઘાટલોડિયાની સગીરાને ઉઠાવી જવા ધમકી આપનાર 2 પકડાયા; મુંબઈના યુવકોએ ફિલ્મમાં કામની લાલચ આપી બોલાવી હતી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સગીરા મુંબઈ જવા માટે ટ્રેનમાં બેઠી હતી, પણ પકડાઈ ગઈ હતી

ઘાટલોડિયામાં રહેતી સગીરાને ઉઠાવી જવાની ધમકી આપનારા મુંબઈના 2 યુવકની ધરપકડ કરાઈ છે. બંને યુવકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાના સંપર્કમાં આવ્યા હતા અને સગીરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ અપાવવાની લાલચ આપી મુંબઈ બોલાવી હતી. સગીરા મુંબઈ જવા ટ્રેનમાં બેઠી હતી, પરંતુ પોલીસે તેને વડોદરા રેલવે સ્ટેશન પરથી પકડી અમદાવાદમાં પરિવારને સોંપી હતી. આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને યુવકની શોધખોળ શરૂ કરી હતી.

ઘાટલોડિયામાં રહેતી સગીરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ અપાવવાની લાલચ આપી પ્રેમ જા‌ળમાં ફસાવીને 2 યુવકોએ તેને મુંબઈ બોલાવી હતી, જેના આધારે સગીરા ટ્રેનમાં બેસીને મુંબઈ જવા નીકળી ગઈ હતી. જોકે પોલીસે સગીરાને વડોદરા રેલવેે સ્ટેશન પરથી જ શોધી કાઢી હતી. જ્યારે મુંબઈના આ બંને યુવકને ઘાટલોડિયા પોલીસ શનિવારે પકડી લાવી હતી.

ઘાટલોડિયામાં રહેતી સગીરા મુંબઈના આદીલ સમધ શેખ (ઉં.20) અને ઓવેજ સલીમ શેખ (ઉં. 20)ના સંપર્કમાં આવી હતી. આ બંને યુવકોએ સગીરાને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ અપાવવાની લાલચ આપીને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરાને બીભત્સ મેસેજ અને ફોટોગ્રાફ્સ મોકલીને તેને ઉઠાવી લઈ જવાની ધમકી આપી હતી.

આટલું જ નહીં સગીરાને મુંબઈ આવવા મજબૂર પણ કરી દીધી હતી. આથી સગીરા ટ્યૂશન ક્લાસીસમાંથી જ ટ્રેનમાં બેસીને મુંબઈ જવા રવાના થઈ ગઈ હતી. જોકે પોલીસે સગીરાના મોબાઇલ લોકેશનના આધારે તેને વડોદરા રલવેે સ્ટેશન પરથી જ શોધી કાઢી હતી. આ અંગે ઘાટલોડિયા પોલીસે આદીલ શેખ અને ઓવેજ શેખ વિરુદ્ધ ગુનો નોંધી બંનેને પકડવા માટે પોલીસની ટીમ મુંબઈ મોકલી હતી. આ દરમિયાનમાં ઘાટલોડિયા પોલીસ શનિવારે બંનેને મુંબઈથી પકડી લાવી હતી.

અન્ય સમાચારો પણ છે...