હુમલો:ગાંધીગ્રામ રેલવે સ્ટેશન સામે પૈસા લૂંટવા ગાર્ડને ગુપ્તાંગના ભાગે છરી મારનાર 2 પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

જૂના વાડજના તુલસીનગરમાં રહેતા અરવિંદભાઈ રાણા (ઉં.61) ગાંધીગ્રામ રેલવે સ્ટેશનની સામેના મયૂર ચેમ્બર્સમાં સિક્યોરિટી ગાર્ડ છે. સોમવારે રાતે તેઓ નોકરી પર હતા અને રાતે 4 વાગ્યે બહાર ખાટલા પર સૂતા હતા ત્યારે ત્યાં આવેલા અજાણ્યા યુવાનો તેમને ગુપ્તાંગ સહિતના ભાગે છરીઓના ઘા મારી ભાગી ગયા હતા. આ અંગે અરવિંદભાઈની ફરિયાદના આધારે એલિસબ્રિજ પોલીસે ખૂનની કોશિશનો ગુનો નોંધી આરોપી રાહુલ ઉર્ફે કાલિયો મિયાવરા, અર્જુન સોલંકી (જમાલપુર)ને ઝડપી લઈ ગુનામાં વપરાયેલું એક્ટિવા કબજે કર્યંુ હતું. બંનેએ ફોન કે પૈસા લૂંટવા માટે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ક્રાઈમ બ્રાન્ચે ગાંધીગ્રામ રેલવે સ્ટેશન પાસે સિક્યુરિટી ગાર્ડને છરીના ઘા મારનાર બે આરોપીઓ જમાલપુર સપ્તરૂષીના આરા તરફથી આવી જમાલપુર બ્રીજ તરફ જવાના હોવાની બાતમી આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે જમાલપુર કોલીકો મીલના ગેટ પાસે વોચ ગોઠવી આરોપી રાહુલ ઉર્ફે કાલીયો મીયાવરા અને અર્જુન સોલંકીને ઝડપી પાડ્યો હતો.

બંન્ને આરોપીની પુછપરછ કરતા વહેલી સવારે બંન્ને આરોપીઓ તેના મિત્ર સાથે મળીને એલિસબ્રીજ ગાંધીગ્રામ રેલ્વે સ્ટેશન આવેલ મયુર ચેમ્બરમાં એક ઉંમર લાયક સિક્યુરીટી ગાર્ડ સુતા હતા ત્યારે તેમની પાસે મોબાઈલ ફોન તથા રોકડની ચોરી કરવાના ઈરાદે ગયા હતા. જો કે સિક્યુરીટી ગાર્ડ જાગી જતા તેના પર છરીના ઘા મારી જીવલેણ ઈજાઓ પહોંચાડી ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે બંન્ને આરોપીને સઘન પુછપરછ હાથધરી છે તો બીજી બાજુ આ કામમાં ફરાર આરોપીની પણ શોધખોળ હાથધરી છે.

અન્ય સમાચારો પણ છે...