તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મણિનગરમાં 10 દિવસની બાળકીને મંદિર પાસે મૂકી ગયેલાં 2ની ધરપકડ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બાળકીને મૂકી જનારાને શોધવા 200 CCTV ફૂટેજ તપાસાયા

મણિનગરમાં જોગણી માતાના મંદિર પાસે બાળકીને ત્યજીને નાસી ગયેલા આરોપીઓને શોધવા માટે પોલીસે 200 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરીને અંતે એક રિક્ષાચાલક અને એક મહિલાની ધરપકડ કરી છે. જોકે તેમની પૂછપરછમાં હજુ સુધી બાળકી કોની છે તે જણાયું નથી.

પોલીસે તપાસ દરમિયાન મંદિરની આસપાસના, મકાનો, દુકાનોના 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા, જેમાં એક ફૂટેજમાં રિક્ષાની શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં રિક્ષાનંબરના આધારે મુસ્તફા અજમેરીને પકડી પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, એક મહિલા બાળકીને રાજસ્થાનથી લાવી હતી, જેથી પોલીસે તે મહિલા પ્રસન્ના પ્રજાપતિની ધરપકડ કરી વધુ પૂછપરછ કરી છે. જોકે પ્રસન્ના પોતાનું નિવેદન બદલી રહી છે. 10 દિવસનું બાળક તેને સીટીએમ પાસેથી મળ્યું હતું, તેને પોતાની સાથે રાખ્યું હતું. જોકે મુસ્તુફાએ તેને બાળક ત્યજી દેવાની સલાહ આપી હતી. બીજી બાજુ મહિલા રાજસ્થાનથી 15 દિવસ પહેલાં જ અમદાવાદ આવી હોવાનું તપાસમાં જણાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો