કાર્યવાહી:નારોલ-સરખેજ હાઈવે પર પંપ બનાવી બાયો ડીઝલનું ગેરકાયદે વેચાણ કરનાર 2 પકડાયા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2480 લિટર બાયો ડીઝલના જથ્થા સહિત કુલ રૂ. 1.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

નારોલ - સરખેજ હાઈવે પર શ્રીનાથ ટ્રાવેલ્સના પાર્કિંગમાં કેબિનની અંદર પંપ બનાવી બાયોડીઝલના જથ્થાનો સંગ્રહ કરનાર ટ્રાવેલ્સ સંચાલક સહિત બે વ્યક્તિઓને શહેર ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા છે.

નારોલ - સરખેજ હાઈવે રોડ પર આવેલ શ્રીનાથ ટ્રાવેલ્સના પાર્કિંગ સામે પતરાં તથા સિમેન્ટની બોર્ડર બનાવી ખુલ્લી જગ્યામાં એક કેબિન બનાવીને ગેરકાયદેસર રીતે બાયોડીઝલ ભરવાનો પંપ ઉભો કરીને બાયોડીઝલના જથ્થાનો સંગ્રહ કરી વેચાણ કરી રહ્યાની માહિતીને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે તે જગ્યાએ દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રાવેલ્સના સંચાલક વ્રજકિશોર ઉર્ફે બિરજુ ગુપ્તા અને કરણ શર્માને ઝડપીને 2480 લીટર ગેરકાયદે બાયોડીઝલના જથ્થા સહિત કુલ 1.61 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

​​​​​​​આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતુ કે, વ્રજકિશોર ટ્રાવેલ્સ સંચાલક હતો અને હાલમાં નેહા ટ્રાવેલ્સના નામથી પોતાની બસો ધરાવી વેપાર ધંધો કરે છે. વધુ નફો મળે તે માટે ટ્રાવેલ્સની લકઝરી માટે બહારથી બાયોડીઝલનો જથ્થો લાવી સંગ્રહ કરી, લકઝરી બસોમાં ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતો હતો. કરણ શર્માને જાળવણી કરવા માટે નોકરી પર રાખ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...